વઢવાણ ખાતે રહેતા મહિલાને તેમના કાકાજી સસરાએ માનસીક શારીરિક ત્રાસ આપતા હતા. તથા તેમના ફોટા ફરતા કરી સમાજમાં બદનામ કરવાની ધમકી આપી હતી. આથી મહિલાને લાગી આવતા કેરોસીન છાંટી લેતા મોત થયુ હતુ. આ બનાવમાં આરોપીને ઝડપી પાડી સુરેન્દ્રનગર કોર્ટમાં કેસ ચલાવાયો હતો. જેમાં મૃતકનું મરણોન્મુખ નિવેદન, 7 સાક્ષી, 11 દસ્તાવેજી પુરાવા તથા વકીલની દલીલો ધ્યાને લઇ આરોપીને 22 વર્ષની સજાનો હુકમ કરાયો હતો.વઢવાણમાં રહેતાં મહિલા રંજનબેન મહાદેવ ભાઇ ઉધરેજાને તેમના કાકાજી સસરા વઢવાણ લટુડાના કુકાભાઇ ઓધડભાઇ ઉધરેજાએ શારીરિક માનસીક ત્રાસ આપતા હતા. તથા તેમના ફોટા બતાવી સમાજમાં બદનામ કરવની ધમકી આપતા હતા. આથી લાગી આવતા રંજનબેને કેરોસીન છાંટી સળગી ગયા હતા. આથી તેમને સારવાર માટે લઇ જવાયા હતા. પરંતુ તેમનું સારવાર દરમિયાન મોત થયુ હતુ. આ બનાવની જોરાવરનગર પોલીસ મથકે તા.25-3-2015ના રોજ ફરિયાદ નોંધાવાઇ હતી. જેના આરોપી કુકાભાઇ ઝડપાઇ જતાં સુરેન્દ્રનગર જિલ્લા કોર્ટમાં કેસ ચલાવવામાં આવ્યો હતો. જેમાં સરકારી વકીલ આર.બી.રાઓલે દલીલ કરી હતી કે મહિલાઓ પર થતા અત્યાચારનો આ ગંભીર પ્રકારનો ગુનો કહેવાય. તથા 7 સાક્ષી, 11 દસ્તાવેજી પુરાવા તથા મરણજનાર રંજનબેનનું ડાઇંગ ડીકલેરેશન, એફએસએલ રીપોર્ટ, સ્થાનીક જગ્યાના પંચનામા સહિત પુરાવાઓને ધ્યાને લઇ બંન્ને પક્ષોની દલીલ સાંભળ્યા બાદ મુખ્ય ન્યાયાધીશ પી.એસ.ગઢવીએ આરોપી કુકાભાઇ ઓધડભાઇ ઉધરેજાને કાયદાની કલમ 306 મુંજબ 10 વર્ષની સજા તથા 504 મુજબ 2 વર્ષની , 506(2)મુજબ 7 વર્ષની, 498(ક)મુજબ 3 વર્ષની સજા તથા 57 હજારનો દંડનો હુકમ કરાયો હતો.