બગસરા ટાઉનમાં આઇ.પી.એલ.ની ક્રિકેટ મેચ ઉપર સટ્ટાનો જુગાર રમી રમાડતા બે ઇસમોને કુલ કિં.રૂ.૨૧,૪૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી અમરેલી એલ.સી.બી. ટીમ.

Sponsored

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

ભાવનગર રેન્જના જિલ્લાઓમાંથી દારૂ-જુગારની બદી દુર કરવા પ્રોહી- જુગારની ગેરકાયદેસર પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી, તેમના ઉપર સફળ રેઇડ કરવા

અમરેલી એલ.સી.બી.ટીમે ગઇ કાલ તા.૨૦/૦૪/૨૦૨૩ નાં બાતમી હકિકત આધારે બગસરા ટાઉનમાં આઇ.પી.એલ. ૨૦૨૩ ની પંજાબ કિંગ્સ અને રોયલ ચેલેન્જ બેંગલોર વચ્ચેની લાઇવ ક્રિકેટ મેચ ઉપર પોતાના ટેબલેટ ફોનમાં CRICKBUZZ એપ્લીકેશન મારફતે ક્રિકેટ મેચનો સ્કોર જાણી,

કાગળમાં પોતાના નામ સામે આંકડાઓ લખી, પૈસા વડે ‘ક્રિકેટનો સટ્ટો’” રમી/રમાડતા બે ઇસમોને જાહેરમાંથી પકડી પાડી, આરોપીઓ વિરૂધ્ધ જુગાર ધારા મુજબ ધોરણસર કાર્યવાહી કરી, પકડાયેલ આરોપી તથા મુદ્દામાલ બગસરા પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે.

→ પકડાયેલ આરોપીની વિગતઃ-

(૧) કૃષ્ણકાંત શિવલાલભાઇ ઠુમ્મર, ઉ.વ.૩૭, રહે.બગસરા, ગોકુળપરા, તા.બગસરા, જિ.અમરેલી.

(૨) હાર્દિક સતીષભાઇ દોશી, ઉ.વ.૩૦, રહે.બગસરા, જુના બસ સ્ટેન્ડ પાસે, તા.બગસરા, જિ.અમરેલી.

→ પકડાયેલ મુદ્દામાલઃ-

રોકડા રૂ.૧૧,૪૦૦/- તથા ટેબલેટ ફોન ફોન - ૧ કિ.રૂ.૧૦,૦૦૦/- તથા ક્રિકેટ ટીમના નામો/આંકડાઓ લખેલ ચિઠ્ઠી - ૧ કિ.રૂ.૦૦/- મળી કુલ કિં.રૂ.૨૧,૪૦૦/- નો મુદ્દામાલ.

આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક હિમકરસિંહ નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. એ.એમ.પટેલ તથા પો.સ.ઇ. એમ.બી.ગોહિલ તથા પો.સ.ઇ. એમ.ડી.સરવૈયા તથા અમરેલી એલ.સી.બી.ના એ.એસ.આઇ. જીગ્નેશભાઈ અમરેલીયા, યુવરાજસિંહ રાઠોડ તથા હેડ કોન્સ. આદિત્યભાઇ બાબરીયા, તથા પો.કોન્સ. શિવરાજભાઇ વાળા દ્વારા કરવામાં આવેલ છે.

રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ અમરેલી.