વલસાડા જિલ્લાના કપરાડા પોલીસ મથકે વર્ષ ૨૦૨૩ માં નોંધાયેલા ગૌ વંશની હેરાફેરીના ગુનામાં વઢવાણ તાલુકાના ટુવા ગામના સંજયભાઇ હમીરભાઇ ટમાલીયાનું નામ ખુલ્યુ હતુ. અને આરોપી સંજયભાઇ પોતાની ધરપકડ ટાળવા છેલ્લા ૪ માસથી નાસતો ફરતા હતા ત્યારે ફરાર આરોપી સંજયભાઈ ટમાલીયા ટુવા ગામે પોતાના રહેણાંક મકાનમાં હોવાની બાતમીના આધારે જોરાવરનગર પોલીસની સર્વેલન્સ ટીમના અશોકસિંહ ગુલાબસિંહ, વિજયસિંહ માલાભાઇ સહીતની ટીમે દરોડો કરી ફરાર આરોપી સંજયભાઇ હમીરભાઇ ટમાલીયાને ઝડપી લઇ વધુ પુછપરછની કામગીરી હાથ ધરી છે.