બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકા મથકે આવેલ શ્રી વી. કે વાઘેલા હાઈસ્કૂલમાં શિક્ષક વય નિવૃત્ત થતા વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમની શરૂઆતમાં ઉપસ્થિત મહેમાનો ના હસ્તે દીપ પ્રાગટ્ય તેમજ શાળાની બાલિકાઓ દ્વારા પ્રાર્થનાથી કરવામાં આવ્યો હતો.શાળાના ચેરમેન પ્રવીણસિંહ વાઘેલાના અધ્યક્ષ સ્થાને આ કાર્યક્રમ યોજાયો હતો. શાળાના આચાર્ય દ્વારા મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. શાળા ના શિક્ષક ભાટી સાહેબ, અને ત્રિવેદી સાહેબ દ્વારા નિવૃત્ત થતા અમૃતભાઈ ત્રાબડીયા સાહેબ ને સાકર અને શ્રીફળ આપી સન્માન કરવામાં આવ્યું હતું. શાળાના ચેરમેન અને આચાર્ય દ્વારા વીંટી આપી સન્માન કરવામાં આવ્યું હતું.પધારેલ મહેમાનો દ્વારા પણ ગણપતિ દાદા ની મૂર્તિ આપી વય નિવૃત્ત થતા શિક્ષક શ્રી નું સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ શાળાના શિક્ષક રામજીભાઈ જોશી દ્વારા સન્માન પત્ર નું વાંચન કરવામાં આવ્યું હતું.પી.ડી જોશી તેમજ પઢાર સાહેબ દ્વારા સન્માન પત્ર એનાયત કરવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમનું સંચાલન શિક્ષક બાબુભાઈ દેસાઈએ કર્યું હતું તેમજ આભાર વિધિ શાળાના શિક્ષક રઘુભાઈ જોશી એ કરી હતી સમગ્ર શિક્ષક મિત્રોના સાથ અને સહકાર દ્વારા કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો. કાર્યક્રમના અંતે સૌએ ભોજન પ્રસાદ લીધો હતો.....