ઉકાઈ ડેમમાંથી તાપી નદીમાં સતત પાણી છોડવાના કારણે બપોરના સમયે બે ફ્લડ ગેટ બંધ કરવામાં આવ્યા છે. અડાજણની ઝૂંપડપટ્ટીમાં તાપી નદીનું પાણી વહી જતાં 60 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.
સુરતમાંથી પસાર થતી તાપી નદી પરના ઉકાઈ ડેમની ઉપરવાસમાં સતત વરસાદ પડી રહ્યો છે. ઉકાઈ ડેમનું લેવલ જળવાઈ રહે તે માટે ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે, બપોર સુધીમાં ડિસ્ચાર્જ 1,90,000 ક્યુસેકથી વધુ થઈ ગયો છે. સાંજે ઉકાઈ ડેમમાંથી તાપી નદીમાં 1.81 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. થોડા સમય બાદ મકાઈ પુલનો ફ્લડ ગેટ બંધ કરી દેવામાં આવ્યો હતો.
તાપી નદીના અડાજણમાં આવેલા રેવાનગરમાં તાપીનું પાણી પ્રવેશ્યું. આ કોલોનીમાં રહેતા 60 લોકોને નજીકની મહાદેવ નગર સ્કૂલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. જ્યાં દરવાજા બંધ કરી દેવામાં આવ્યા છે ત્યાં પાણી નિકાલ કરતા પંપ લગાવવામાં આવ્યા છે. ગુરુવારે રાત્રે 8 વાગ્યે ઉકાઈ ડેમની જળ સપાટી 334.56 ફૂટ નોંધાઈ છે. ડેમમાં 2.24 લાખ ક્યુસેક પાણીની આવક સામે ડેમમાંથી તાપી નદીમાં 1.81 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. આ દરમિયાન શહેર જિલ્લામાં દિવસભર સતત વરસાદને કારણે તાપી નદીના જળસ્તરમાં વધારો થયો છે