કુડા રણમાંથી વિદેશી દારૂ ભરેલી સફેદ કલરની કાર નિમકનગર તરફ આવતી હોવાની બાતમીના આધારે તાલુકા પોલીસે કુડા નિમકનગર નજીકથી ફોરવીલ કારમાંથી વિદેશી દારૂ ઝડપાયો હતો. જેમાં નાની મોટી બોટલ કિંમત,1,96,200 અને કાર સહિત રૂ.16,96,200 મુદ્દામાલ ઝડપી પાડી કારના માલિક સામે ગુનો નોંધાયો હતો. ધ્રાંગધ્રા પોલીસ દ્વારા દારૂની ડ્રાઇવનું આયોજન હાથ ધરાયું છે. ત્યારે ધ્રાંગધ્રા તાલુકા પોલીસ કોસ્ટેબલ દેવજીભાઈ પરસોત્તમભાઈ વાઘેલાને કુડા રણમાંથી એક સફેદ કલરની કારમાં વિદેશી દારૂના જથ્થા બાબતે ખાનગી રાહે બાતમી મળી હતી. આથી તાલુકા પોલીસના હેડ કોસ્ટેબલ, દેવજીભાઈ વાઘેલા, કુલદીપ સિંહ ઝાલા,વિક્રમભાઈ રબારી, શક્તિસિંહ સિંધવ સહિત સ્ટાફ દ્વારા કુડા નિમકનગર નજીક સફેદ કલરની કાર આવતા કુડા નિમકનગર બેઠા નાળા નીચે થઈને બાવળની વાડમાં કાર મૂકીને આરોપી નાસી છૂટ્યો હતો. પોલીસે કારમાં ચેક કરાતા વિદેશી દારૂ અને બીયરની અલગ અલગ બ્રાન્ડની બોટલો અને કાર સહિત કુલ રૂ. 16,96,200નો મુદ્દામાલ ઝડપી કારના માલિક સામે કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવમાં વધુ તપાસ ધાંગધ્રા તાલુકા પોલીસ ચલાવી રહી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
DR AMBEDKAR INSTITUTE OF TECHNOLOGY SANSKRUTI 2023 THE FESTIVAL OF TALENTS
DR AMBEDKAR INSTITUTE OF TECHNOLOGY SANSKRUTI 2023 THE FESTIVAL OF TALENTS
ঢকুৱাখনাৰ আমোলাপট্টিত দুই বাইকৰ সংঘৰ্ষ।আহত দুই চালক,আৰোহী।চি,চি টিভি কেমেৰাত বন্দী সমগ্ৰ দৃশ্য
ঢকুৱাখনাৰ আমোলাপট্টিত দুই বাইকৰ সংঘৰ্ষ।আহত দুই চালক,আৰোহী।চি,চি টিভি কেমেৰাত বন্দী সমগ্ৰ...
ગુજરાત ATSએ દિલ્હીથી 20 કરોડનું ડ્રગ્સ પકડયું, 6 વર્ષથી મેડિકલ વિઝાથી રહેતો અફઘાની દબોચ્યો
રાજકોટ તા.5 : ગુજરાત એટીએસની ટીમે છેક દિલ્હી પહોંચી 20 કરોડની કિંમતનું ડ્રગ્સ ઝડપી, અહીં ભારતમાં...
Supriya Shrinate LIVE । Congress ।Rahul Gandhi
Supriya Shrinate LIVE । Congress ।Rahul Gandhi