બનાસકાંઠાના ડીસામાં આજે વહેલી સવારે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. 6:29 મિનિટે ધરતી ધ્રુજતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. જોકે કોઈ જાનહાનીની ઘટના હજુ સુધી નોંધાઇ નથી.

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં આજે વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. સવારે 6:29 મિનિટની ત્રણથી ચાર સેકન્ડ સુધી ધરતી ધ્રુજતા લોકોએ ભૂકંપનો આંચકો અનુભવ્યો હતો.

ભૂકંપનો આંચકો અનુભવતા જ લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. ભૂકંપનું કેન્દ્ર બિંદુ ડીસા પાસે હોવાનું માનવામાં આવી રહ્યું છે. જ્યારે વહેલી સવારે 3.6ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો હોવાનું અનુમાન છે. જેને પગલે લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.

આ અંગે ડીસામાં રહેતા અલ્પેશ ઠક્કર અને પિન્ટુ ઠક્કરે જણાવ્યું હતું કે, આજે સવારે 6:29 કલાકે અમે ઘરમાં હતા. તે સમયે અચાનક ધરતી ધ્રુજતા ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જેથી અમે તરત જ ઘરની બહાર દોડી આવતા અન્ય લોકો પણ ઘર બહાર દોડી આવ્યા હતા અને ભૂકંપ આવતા જ સમગ્ર વિસ્તારના લોકોમાં ફાફડાટ જોવા મળ્યો હતો.