• હર ઘર ત્રીરંગા અભીયાનને દર્શાવતું ૨૨૭૫ મું ધ્યાનાકર્ષક વોટર કલર પેઈન્ટ તૈયાર કર્યું

મહીસાગર જિલ્લાના છાંયણ ગામના ખ્યાતિપ્રાપ્ત ચિત્રકાર બિપિન પટેલ ૨૨૭૫ દિવસોથી રોજ એક વોટર કલર પેઇન્ટિંગ બનાવી કલા સાધના કરી રહયા છે. તેમના આ જોમ જુસ્સો, ધગશ અને સિધ્ધિઓના કારણે તેમને અનેક એવોર્ડ પ્રાપ્ત થયા છે.

આજે  આપણો દેશ આઝાદીના ૭૫ વર્ષ પૂર્ણ કરી ‘‘આઝાદી કા અમૃત મહોત્સવ’’ પ્રધાનમંત્રી આદરણીયશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં સમગ્ર ભારતવર્ષમાં ઉજવી રહ્યો છે. ત્યારે જોગાનુજોગ ૨૨૭૫ મું હર ઘર ત્રીરંગા અભીયાન અંતર્ગત ધ્યાનાકર્ષક વોટર કલર પેઈન્ટ તૈયાર કર્યું છે. આ ચિત્ર વિષેના વિચારને વર્ણવતા બીપીન પટેલ કહે છે કે સમગ્ર ભારત માં તા. ૧૩ ઓગસ્ટ થી ૧૫ ઓગસ્ટ સુધી એટલે કે ત્રણ દિવસ હર ઘર તિરંગા કાર્યક્રમના માધ્યમ થકી એક દેશભાવનાને ઉજાગર કરવા માટે હર એક ક્ષેત્રના, હર એક સમાજના લોકો ‘માં ભારતી’ નો જય જય કાર. થાય અને રાષ્ટ્રભાવના ઉજાગર થાય તેવું ચિત્ર બનાવી તમણે સૌ નાગરીકોને પોતાના ઘર ઉપર, ધંધા- રોજગારના સ્થળ ઉપર તથા આપણી ઓફીસ ઉપર આપણું માન-સન્માન, આપણું સ્વાભિમાન અને આપણું અભિમાન એવા આપણા તિરંગા રાષ્ટ્રથધ્વજને ફરકાવવા અપીલ કરી હતી.

દિલીપભાઈ બારીઆ મહીસાગર