દાંતા તાલુકામાં અકસ્માતનો સિલસિલો યથાવત છે..
ત્યારે દાંતા તાલુકામાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. દાંતા તાલુકામાં મોટાભાગનો માર્ગ પહાડી વિસ્તાર અને ઢળાંગવાળો માર્ગ હોવાના કારણે અર વાનવાર અકસ્માતો સર્જાતા હોય છે..
યાત્રાધામ અંબાજીમાં આવેલા શીતળા માતાની ઘાટી નીચે ટ્રક પલટી મારતા અકસ્માત સર્જાયો હતો.
ટ્રકની અંદર વ્યક્તિ ફસાઈ જવાના કારણે બળીને મૃત્યુ પામ્યો..
અંબાજી નજીક ટ્રકનો અકસ્માત સર્જાયો હતો. તો ટ્રકમાં બેસેલો વ્યક્તિ જીવતો બુજાઈ ગયો હતો. અંબાજીથી આબુરોડ માર્ગ પર અકસ્માતની ઘટના બની હતી..
અંબાજી નજીક શીતળા માતાના મંદિર નીચે આવેલી ઘાટીમાં ટ્રકનો અકસ્માત સર્જાયો હતો. માર્બલના પથ્થરથી ભરેલો ટ્રક પલટી જવાના કારણે ટ્રકમાં આગ લાગી હતી..
પહાડી વિસ્તારમાં બનેલી અકસ્માતની ઘટનાની જાણ ફાયર બ્રિગેડને થતાં ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચ્યું હતું..
તો આગ પર કાબુ મેળવવાના પ્રયાસો કર્યા હતા. ટ્રકની અંદર વ્યક્તિ ફસાઈ જવાના કારણે બળીને મૃત્યુ પામ્યો હતો. અકસ્માતના સ્થળે લોકોના ટોળેટોળા જોવા મળ્યા હતા..
સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. તો અકસ્માતની તપાસ કરી વધુ તપાસ હાથ ધરી હતી..