ડીસા શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી ઘરફોડ ચોરી વાહન ઉઠાનતરી જેવા બનાવો માં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે ત્યારે હવે ગામના મંદિરો પણ સુરક્ષિત રહ્યા નથી ડીસાના બુરાલ ગામના મહાકાળી માતાજીના મંદિરના દરવાજાનું તાળું તોડી તસ્કરો દાનપેટી માંથી રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ મામલે અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાઈ છે
ડીસા તાલુકાના બુરાલ ગામે વડીયા તળાવ પાસે મહાકાળી માતાજીનું મંદિર આવેલું છે આ મંદિરનું સંચાલન ગામના આગેવાનોની બનેલી એક કમિટી દ્વારા કરવામાં આવે છે જ્યારે આ મંદિરમાં પૂજારી તરીકે લીલા ભારથી કેવળ ભારથી ગોસ્વામી બે ટાઈમ આરતી અને પૂજા અર્ચના કરે છે ત્યારે ગત તારીખ 20 2 2024 ના રોજ મંદિરના પૂજારી સાંજે આરતી કર્યા બાદ મંદિરને તાળું મારી ઘરે જતા રહ્યા હતા અને બીજા દિવસે 21 તારીખે સવારે મંદિરે આવ્યા તો મંદિરના મુખ્ય દરવાજાનું તાળું તૂટેલું હતું અને મંદિરની અંદર માતાજીના ગર્ભગૃહનું તાળું પણ તૂટેલું હતું તેમજ દાન પેટી પણ તીક્ષણ હથિયારો વડે તૂટેલી હાલતમાં હતી અને તેમાંથી પૈસા ગાયબ હતા જેથી આ મામલે તાત્કાલિક પૂજારી લીલા ભારથી એ કમિટીના આગેવાન ખેંગારભાઈ દરબારને ટેલિફોનિક જાણ કરી હતી જેથી ગામના આગેવાનો મંદિર ખાતે દોડી આવ્યા હતા અને તપાસ કરતા દાન પેટી માંથી અંદાજિત ત્રીસ હજાર જેટલી રકમની ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું જો કે મંદિરની પ્રતિષ્ઠાને ઠેસ ન પહોંચે તે માટે તે સમયે પોલીસ ફરિયાદ કરી ના હતી બાદમાં 25 દિવસ બાદ કમિટીએ ફરિયાદ કરવાનું નક્કી કરતા શુક્રવારે કમિટીના સભ્ય ખેંગારભાઈ બચુસિંગ દરબાર રહે બુરાલ તાલુકો ડીસા વાળાએ મંદિરમાંથી ૩૦ હજારની ચોરી કરનાર અજાણ્યા શખ્સ સામે ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે