વાત કરવામાં આવે તો હાલ ભારત ના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા એક ભારત શ્રેષ્ઠ ભારત તથા ખેલેગા ઇન્ડિયાના અભિગમ ને સાકાર કરવા માટે નવોદય વિદ્યાલય સમિતિ દ્વારા મહેસાણા જિલ્લા ના વડનગર ખાતે જવાહર નવોદય વિદ્યાલય માં નેશનલ લેવલ 2023 ની બોક્સિંગ સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું .

ત્યારે આ સ્પર્ધા માં 8 રિજન જેમાં ભોપાલ, ચદીગઢ, હૈદરાબાદ, જયપુર, લખનૌ, પટના , શિલોંગ, બુનેરી માંથી 203 છોકરા અને 128 છોકરીઓ કુલ મળી 331 રમતવીરોએ ભાગ લીધો હતો તેમજ આ સ્પર્ધા 3 દિવસ ચાલી હતી અને જેમાં વિવિધ રાજ્ય ના વિદ્યાર્થીઓ ઓવર ઓલ્ડ ચેમ્પિયન, ઓવર ઓલ્ડ રનર , બેસ્ટ બોક્સર , જેવી જુદી જુદી કેટેગરી માં  55 વિજેતા રમતવીરો ને વડનગર ના સામાજિક અગ્રણી સોમાભાઈ મોદી તથા મહાનુભાવો દ્વારા મેડલ અને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

જ્યારે આ સ્પર્ધાનું ઉદઘાટન મહેસાણા જિલ્લા ના સાંસદ શારદાબેન પટેલ ના હસ્તે કરવામાં આવ્યું હતું ત્યારે રાજ્ય સભાના પૂર્વ સાંસદ જુગલજી ઠાકોર તથા પૂવ રિજન ના આસિસ્ટન્ટ કમિશનર માધુરી ઉદયશકર ની ખાસ ઉપસ્થિતી રહી હતી. ત્યારે આ કાર્યક્રમ દરમિયાન જવાહર નવોદય વિદ્યાલય ના આચાર્ય માલારામ ચૌધરી તથા ઉપ આચાર્ય કેશર મીના દ્વારા મહેમાનો નું સ્વાગત કરવામાં આવ્યું હતું

સ્પર્ધા દરમિયાન અલગ અલગ ખેડીઓ વચ્ચે સ્પર્ધા નો જંગ ખેલાયો હતો જેમાં માળીયા હાટીના તાલુકા ના ગોતાણા ગામ નો યુવક મેર આદિત્ય જેશીંગભાઈ નેશનલ લેવલ ની આ સ્પર્ધા માં ગોલ્ડ અને બ્રોન્ઝ મેડલ સાથે વિજેતા થયો હતો જ્યારે અન્ય વિધાર્થીઓ પણ વજેતા થાયા હતા  જેમાં ઓવર ઓલ્ડ ચેમ્પિયન મેડલ જયપુર ના ખાતે ગયો હતો જ્યારે ઓવર ઓલ્ડ રનર અપ મેડલ લખનૌ ને મળ્યો હતો ત્યારે રમતવીરો દ્વારા આવનારા સમય માં વધુ ઉત્સાહ સાથે આગળ વધિશું તેવું જણાવ્યું હતું .

ગોતાણા ગામ ના યુવક ની સિદ્ધિ ને લઈ ને હાલ માળીયા હાટીના તાલુકા કોળી સમાજ માં આનંદ ની લાગણી છવાઈ છે સાથે સાથે આ યુવા ખેલાડી ને અભિનંદન પણ આપવામાં આવી રહિયા છે 

રિપોર્ટ :- પરેશ વાઢીયા (માળીયા હાટીના - જૂનાગઢ) :- 9925095750