ડીસામાંથી એલ.સી.બી.ની ટીમે 9 વર્ષથી નાસતા-ફરતા આરોપીને ઝડપી રાજસ્થાન પોલીસને સોંપવા તજવીજ હાથ ધરી હતી. એલ.સી.બી. પી.આઇ. વી.જી.પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ્ટેબલ મુકેશભાઇ પરમાર, વિષ્ણુભાઇ ચૌધરી સહિતની ટીમ બુધવારે ડીસા શહેરમાં પેટ્રોલિંગમાં હતી.

તે દરમિયાન બાતમી મળી હતી કે, રાજસ્થાન રાજ્યના જુંજુનું જીલ્લા બગડ પોલીસ સ્ટેશનના ગુનાનો 9 વર્ષથી નાસતો-ફરતો આરોપી પ્રેમકુમાર નગાજી માળી (રહે.નવદુર્ગા સોસાયટી, સર્વોદય, કચ્છી કોલોની, તા. ડીસા) ને ડીસાના અંબિકા ચોક ખોડીયાર પાર્લર પાસે ઝડપી પાડી આગળની કાર્યવાહી કરવા માટે ડીસા દક્ષિણ પોલીસને સોંપવામાં આવ્યો છે. આમ એલ.સી.બી.ની ટીમને 9 વર્ષથી ફરાર આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળી છે.