ઠાસરા. ખેડા.

કંથરાઈ.

ઠાસરા તાલુકાના કંથરાઇ તાબાના ડુંગરીપૂરાનો બનાવ ડાંગરના પાકમાં ભેલાણ અંગે ઠપકો આપતા ખેડૂત પર હુમલો માથામાં પાઈપ મારી, 2 શખ્સો સામે ફરિયાદ.

ઠાસરા તાલુકા ના ડુંગરીપૂરા ગામે ખેતરમાં ડાંગરના પાકને બકરા નુકસાન કરતા ઠપકો આપતા ઝઘડો થયો હતો. જેમાં ખેડુતની દિકરી ઠપકો આપવા જતા અપશબ્દો બોલવા લાગ્યા હતા. જેથી ખેડુત જતા બે શખ્સોએ ખેડૂતના માથામાં લાકડી મારી ઈજા પહોંચાડી હતી. જે બાદ પથ્થરો મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે પોલીસે ફરિયાદ નોંધી છે.

ઠાસરાના કંથરાઈ તાબાના ડુંગરીપુરા નીશાળની બાજુમાં રહેતા પ્રવિણસિંહ ચાવડા ઉ. 40 પરિવાર સાથે રહી ખેતી કરે છે. મંગળવાર સાંજે ખેડૂત તેના ઘરેહતા તે સમયે નજીકમાં રહેતા નરવતસિંહ અને રાજેશભાઇના બકરા ખેડૂતના બાજરી વાળા ખેતરમાં જઈ નુકસાન કરતા હતા. જે બાદ ખેડુતની દિકરી કિજલબેન, ભત્રીજી પાયલ અને જ્યોતિકા કહેવા જતા અપશબ્દો બોલવા લાગ્યા હતા. જેથી ખેડુત જતા બંન્નેએ માથામાં પાઈપ મારી ઘાયલ કર્યો હતો. તેથી બૂમાબૂમ કરતા ખેડુતના પત્ની સહિતના પરિવારજનો દોડી આવ્યા હતા. જે બાદ બંને શખ્સોએ છુટા પથ્થરો મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે પ્રવિણસિંહે ડાકોર પોલીસ મથકે નરવતસિંહ અને રાજેશ સોલંકી સામે ફરિયાદ નોંધાવી છે.

રિપોર્ટર: અનવર સૈયદ ઠાસરા ખેડા.