બનાસકાંઠાના ડીસામાં જલારામ મંદિર પાસે ભરચક વિસ્તારમાં ચેઇન સ્નેચિંગની ઘટના સામે આવી છે. મહિલાના ગળામાંથી દોરો ઝુંટવીને ભાગતા શખ્સને લોકોએ ઝડપીને પોલીસના હવાલે કર્યો હતો.
ડીસાના એલ.ડી. પાર્કમાં રહેતાં દમયંતીબેન રતિલાલ ઠક્કર આજે સાંજના સમયે જલારામ મંદિરે દર્શન કરવા માટે આવ્યા હતા અને દર્શન કરીને તેઓ પરત ધર તરફ જવા માટે નીકળ્યા હતા.
ત્યારે મંદિર આગળ જ ભરચક વિસ્તારમાં એક અજાણ્યો તેમની તરફ દોડી આવી તેમના ગળામાંથી બે તોલાના સોનાના દોરો ઝુંટવી ભાગવા લાગ્યો હતો. મહિલાએ તરત જ આજુબાજુના લોકોએ દોડી આવી ચેઇન ખેંચીને ભાગતા શખ્સને પીછો કરી પકડી પાડ્યો હતો.
સ્થાનિક લોકોએ ઝડપાયેલા શખ્સનું નામ પૂછતા કે કોઇટા ગામનો મહેશ પરમાર હોવાનું જણાવ્યું હતું. ત્યાર બાદ સ્થાનિકોએ જાણ કરતા ડીસા શહેર ઉતર પોલીસની ટીમ પણ તરત જ ઘટનાસ્થળે પહોંચી હતી અને ચીલ સ્નેચિંગ કરનાર શખ્સને પોલીસ વાનમાં બેસાડી પોલીસ મથકે લઈ જઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.