Statue Of Unity Ticket  price : સ્ટેચ્યુ ઓફ યુનિટીના ટિકિટ દરમાં વિદ્યાર્થીઓ, દિવ્યાંગો અને સરકારી કર્મીઓને 50% રાહત

Sponsored

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા 'સ્ટેચ્યુ ઓફ યુનિટી'ના ટિકિટ દરને લઈને મહત્ત્વનો નિર્ણય લેવાયો છે. અહીં સરકારી અને ખાનગી શાળા-કોલેજોના વિદ્યાર્થીઓ, દિવ્યાંગો તેમજ સરકારી-અર્ધ સરકારી સંસ્થાઓના જૂથોને હવે ટિકિટના દરમાં 50% રાહત અપાશે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિયમન સત્તામંડળે ગવર્નિંગ બોર્ડની મીટિંગમાં આ નિર્ણય લીધો છે. જો કે ટિકિટમાં 50% રાહત મેળવવા ઈચ્છતા જૂથોએ તેમની સંસ્થાના ઓળખકાર્ડ સાથે રાખવાના રહેશે. તાલીમી સંસ્થાઓ હોય તો ફેકલ્ટી મેમ્બર પણ સાથે હોવા જરૂરી રહેશે અને તેમને પણ ટિકિટ દરમાં રાહત મળશે. રાહત મેળવવા ઈચ્છુક દરેક જૂથમાં ઓછામાં ઓછા 15 સભ્ય હોવા જરૂરી છે. જો તેનાથી ઓછી સંખ્યા હશે, તો તેમને રાહત આપવાનો નિર્ણય ઓથોરિટીના મુખ્ય કારોબારી અધિકારી કરશે.