ગુજરાત રાજ્યના શિક્ષણ બોર્ડ દ્વારા આજે 11મી માર્ચના રોજ થી ધોરણ 10 SSC બોર્ડ અને ધોરણ 12 HSC બોર્ડની પરીક્ષાનો શુભારંભ કરવામાં આવ્યો છે જેને અનુલક્ષીને હાલોલ ખાતે પણ આજે વિવિધ પરીક્ષા કેન્દ્રો પર સવારે 9:00 કલાકથી ધોરણ 10 ની SSC બોર્ડની પરીક્ષા તેમજ બપોરે 2:00 કલાકે ધોરણ 12 ની HSC બોર્ડની પરીક્ષાનો આરંભ કરાયો છે જેમાં આજે હાલોલ ખાતે આવેલી વિવિધ શાળાઓના પરીક્ષા કેન્દ્ર પર પરીક્ષા આપવા માટે આવેલા વિદ્યાર્થીઓને ગુલાબના ફૂલ શુભેચ્છા સ્વરૂપે આપવામાં આવ્યા હતા તેમજ પેન સહિતની પ્રોત્સાહક ચીજ વસ્તુઓ ભેટ તરીકે આપી તેમજ કંકુ તિલક કરી વિદ્યાર્થીઓનું પરીક્ષા કેન્દ્રો પર ઉષ્માભર્યું સ્વાગત કરી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી જેમાં આજે હાલોલ વિધાનસભાના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર,જિલ્લા સહકારી સંઘના ડિરેક્ટર મયુરધ્વજસિંહ પરમાર સહિત વિવિધ પક્ષના રાજકીય અગ્રણીઓ તેમજ અનેક સામાજિક અગ્રણીઓ સહિત વિવિધ સંસ્થાના લોકો દ્વારા વિવિધ શાળાઓના પરીક્ષા કેન્દ્રો ખાતે હાજર રહી ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓને શુભેચ્છા સ્વરૂપે ગુલાબનું ફૂલ તેમજ બોલપેન આપી કંકુ તિલક કરી વિદ્યાર્થીઓનું પરીક્ષા કેન્દ્ર પર સ્વાગત કરી શુભેચ્છા પાઠવવામાં આવી હતી અને હકારાત્મક વાતાવરણમાં પ્રફુલ્લિત મને કોઈ પણ જાતના ભય વિના નિર્ભય બની પરીક્ષા આપવા માટેનો અનુરોધ કરાયો હતો જ્યારે શાળાઓના આચાર્ય,શિક્ષકો તેમજ સ્ટાફ દ્વારા પણ વિવિધ પરીક્ષા કેન્દ્રો પર વિદ્યાર્થીઓનું ભવ્ય સ્વાગત કરી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી જ્યારે હજારોની સંખ્યામાં ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓને મુકવા આજે વિવિધ પરીક્ષા કેન્દ્રો ખાતે તેઓના વાલીઓ સહિત સગા સંબંધીઓ પણ આવી પહોંચતા તમામ પરીક્ષા કેન્દ્રો પર ભારે ભીડ ઉમટી હતી જ્યારે પરીક્ષાને અનુલક્ષીને સ્થાનિક પોલીસ તંત્ર દ્વારા પણ પરીક્ષા કેન્દ્રો સહિત આસપાસના વિસ્તારોમાં ભારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે જ્યારે પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Ashish Verma के साथ आज के Trading सत्र में जानें क्या है राय | Morning Call | Business News
Ashish Verma के साथ आज के Trading सत्र में जानें क्या है राय | Morning Call | Business News
અકસ્માતમાં વૃધ્ધને ગંભીર જીવલેણ ઈજાઓ થતાં તેનું સારવાર દરમ્યાન હોસ્પિટલમાં મોત નીપજયું.
દેવગઢ બારીયાના પીપલોદ ગામે પુરપાટ દોડી આવતી બાઈકે રોડની સાઈડમાં પગપાળા જઈ રહેલા ૫૭ વર્ષીય વૃધ્ધને...
তিলৈস্থিত বাজপেয়ী ভৱনত অনুস্থিত বিজেপিৰ খোৱাং ব্লকৰ মণ্ডল সমিতিৰ কাৰ্য্যনিৰ্বাহক সভাত বিধায়ক চক্ৰধৰ গগৈৰ অংশ গ্ৰহন।
ডিব্ৰুগড় জিলাৰ মৰাণ ৰাজহ চক্ৰৰ অন্তৰ্গত মৰাণ বিধান সভা সমষ্টিৰ তিলৈ নগৰ গাঁও পঞ্চায়তৰ অন্তৰ্গত...
ભારત સરકાર દ્વારા પ્રજા લક્ષી યોજનાઓ અમલી બનાવી
આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ભારત સરકાર દ્વારા સમયાંતરે અનેકવિધ પ્રજાલક્ષી યોજનાઓ અમલી બનાવી...
Tunnel Resque News LIVE: रेस्क्यू में सबसे बड़ी मुश्किल आई | Uttarkashi Tunnel Rescue Updates
Tunnel Resque News LIVE: रेस्क्यू में सबसे बड़ी मुश्किल आई | Uttarkashi Tunnel Rescue Updates