સી.બી.આઈ દ્વારા કેન્દ્ર સરકારના કર્મચારીઓ વિરુદ્ધ ભ્રષ્ટાચારની ફરિયાદ અંગે ભુજ સર્કિટ હાઉસ ખાતે બે દિવસીય કેમ્પનું આયોજન

Sponsored

स्वामी विवेकानंद सीनियर सेकण्डरी स्कूल बूंदी (राजस्थान)

प्रवेश प्रारंभ | लगातार 37 वर्षों से सर्वश्रेष्ठ परिणाम देने वाली ज़िले की अग्रणी संस्था | कक्षा नर्सरी से 12 वीं तक | संकाय : कला, विज्ञान, वाणिज्य, कृषि

નાગરિકો તા. ૫ અને ૬ નવેમ્બર ૨૦૨૨ દરમિયાન સવારના ૧૦:૦૦ થી સાંજના ૬:૦૦ કલાક સુધી રૂબરૂમાં ફરિયાદ આપી શકશે

સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટીગેશનની યાદીમાં જણાવ્યા અનુસાર કેન્દ્ર સરકારના કર્મચારીઓ વિરુદ્ધ ભ્રષ્ટાચારની ફરિયાદ અંગે કચ્છ જિલ્લાના ભુજ સર્કિટ હાઉસ ખાતે તા. ૫ અને ૬ નવેમ્બર- ૨૦૨૨ દરમિયાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

આ બે દિવસીય કેમ્પ દરમિયાન નાગરિકો કેન્દ્ર સરકારના કર્મચારીઓ વિરુદ્ધ ભ્રષ્ટાચાર સંબધિત ફરિયાદ સવારના ૧૦:૦૦ થી સાંજના ૬:૦૦ કલાક સુધી રૂબરૂમાં આપી શકશે. વધુ માહિતી માટે નાગરિકોએ

સી.બી.આઈ., એ.સી.બી.ની કચેરી,

કર્મયોગી ભવનની સામે, સેક્ટર-૧૦/એ, ગાંધીનગર,

ટેલિફોન નં. ૦૭૯-૨૩૨૩૪૩૦૧/૨૩૨૩૩૨૧૧, ૯૯૭૮૯૪૨૫૦૧ ઉપર સંપર્ક કરવાનો રહેશે.