પોલીસ અધિક્ષક ગીરીશ પંડયાએ જીલ્લામાં પ્રોહીબીશન નેસ્ત નાબુદ કરવા માટે સુચના આપેલ હોય જે આધારે નાયબ પોલીસ અધિક્ષક સી.પી. મુંધવા, એમ.એસ. પરમારના માર્ગદર્શન હેઠળ ડી.ડી. ચુડાસમા ધજાળાની સુચના મુજબ નાગડકા ગામની સીમમાં નાગડકા લોયા રોડ બોરડીવાળા તળાવ પાસે કાચા રસ્તા પરથી બાતમીના આધારે સુઝુકી કંપનીની ઇકો ગાડી નં. જીજે-33-એફ-1208 બનાવટનો વિદેશી દારુ ભરેલ 48 બોટલ તથા બીયર ટીન નં. 120ની કિંમત રુા. 31,200 તથા ઇકોની કિંમત રુા. બે લાખ ગણી કુલ મુદામાલ રુા. 2,31,200નો ચાલક વિરુધ્ધ ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવેલ છે.