સુરેન્દ્રનગર જિલ્લામાં શહેરી વિસ્તાર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાંથી સગીરાઓને લલચાવી ફોસલાવી તેમજ બદનામ કરવાના ઈરાદે ભગાડી જવાની ઘટનાઓ ચિંતાજનક રીતે વધી રહી છે. ત્યારે જોરાવરનગરમાંથી સગીરાને શખસ ભગાડી ગયાનો બનાવ બહાર આવ્યો હતો. અને સગીરાની માતાએ જોરાવરનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી .જેમાં જણાવ્યુ હતુ કે, સુરેન્દ્રનગરના ભારતપરામાં રહેતા હર્ષીલ ભરતભાઈ ધોળકીયાએ સગીરવયની હોવાનું જાણવા છતા લલચાવી ફોસલાવી બદકામ કરવાના ઇરાદે ભગાડી લઇ ગયો હતો. આ બનાવમાં જોરાવરનગર પોલીસે હર્ષીલ ભરતભાઈ ધોળકીયા સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.