ડીસા તાલુકાના વાસણા ગામના ખેડૂતે આઠ વર્ષથી ફ્રેન્ડશીપ ક્લબમાં મેમ્બરશીપ મેળવવા રૂપિયા 92.79 લાખ ગુમાવ્યા હતા. અંતે પોતાની સાથે છેતરપિંડી આચરવામાં આવી હોવાની જાણ થતાં ચકચાર મચી ગઈ છે. આ અંગે ખેડૂતે એક મહિલા સહિત ત્રણ લોકો સામે ફરિયાદ નોંધાવી હતી.આથી પોલીસે તપાસ હાથ ધરી છે.

Sponsored

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

ડીસા તાલુકાના વાસણા ગામના ખેડૂત સુખદેવભાઈ ગેલોતને 2014 ની સાલમાં તેમના મોબાઈલ પર અજાણ્યા નંબરથી ફ્રેન્ડશિપ માટે ટેક્ષ મેસેજ આવ્યો હતો. જે નંબર પર સુખદેવભાઈએ ફોન કરતા જાનવી નામની યુવતીએ તેમની સાથે વાત કરી હતી. ફ્રેન્ડશીપ ક્લબમાં રજીસ્ટ્રેશન કરી મેમ્બરશીપ મેળવવા માટે જાનવીએ આપેલા એક બેન્ક ખાતામાં પૈસા જમા કરાવ્યા હતા. ત્યારબાદ આ જાનવીએ ખેડૂતને અન્ય યુવતીઓ સાથે કોન્ફરન્સથી વાત કરાવેલી અને ખેડૂત પાસેથી સિક્યુરિટી ચાર્જ, મેડિકલ, ચેકઅપ ચાર્જ, ડ્રાઇવર ભાડા ચાર્જ સહિતના અલગ અલગ ચાર્જ માટે અલગ અલગ ખાતા નંબરોમાં પૈસા જમા કરાવ્યા હતા.

ત્યારબાદ જાનવીએ સાહિલ ઉર્ફે ચિરાગ અને જે.કે.શિવમ ઉર્ફે જીતુની સાથે વાતચીત કરાવતા આ બંને વ્યક્તિઓના કહેવાથી ખેડૂતે અલગ અલગ ચાર્જના નામે અલગ અલગ એકાઉન્ટમાં રૂપીયા 92.79 લાખ રૂપિયા જમા કરાવડાવ્યા હતા. તે પછી 2022ની સાલમાં અચાનક યુવતી સહિત ત્રણેય લોકોના મોબાઈલ નંબર બંધ થઈ જતા ખેડૂત ટેન્શનમાં આવી ગયો હતો. અને તેની સાથે છેતરપિંડી થઈ હોવાનું માલુમ પડતા તે ડિપ્રેશન અનુભવવા લાગ્યો હતો.

ત્યારબાદ એક વર્ષ પછી તેઓ સ્વસ્થ થતાં અને લોકોએ હિંમત આપતા તેમણે જાનવી, સાહિલ ઉર્ફે ચિરાગ તેમજ જે.કે.શિવમ ઉર્ફે જીતુ સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવતા ડીસા તાલુકા પોલીસે ત્રણેય શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.