સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોસ્ટ ઓફીસ, ખેડા ખાતે વૉક-ઈન-ઈન્ટરવ્યુ.
અધિક્ષક ડાકઘર, ખેડા ડીવીજન,નડિયાદ કચેરી દ્વારા ટપાલ જીવનવીમા તથા ગ્રામીણ ટપાલ જીવનવીમાના એજન્ટની નિયુક્તિ માટે વોક-ઇન-ઈન્ટરવ્યુનું આયોજન કરવામાં આવેલ છે.
૧૮ થી ૫૦ વર્ષની વય ધરાવતા, ધોરણ ૧૦ પાસ, ઈન્સ્યોરન્સ પ્રોડક્ટ વેચવાનો અનુભવ, કોમ્પુટરની જાણકારી, સ્થાનિક જગ્યાની જાણકારી ધરવનાર ખેડા અને આણંદ જીલ્લાના રહેવાસી (પ્રાથમિકતામાં) ઉમેદવારોએ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોસ્ટ ઓફીસ,ખેડા ડીવીજન,બીજો માળ, નડીયાદ હેડ પોસ્ટ ઓફીસ બિલ્ડીંગ,અમદાવાદી બજાર પાસે, નડિયાદ ખાતે તારીખ ૧૫.૦૯.૨૦૨૨ (ગુરૂવાર), સવારે ૧૧.૦૦ થી ૦૨.૦૦ કલાકે પોતાના બાયો-ડેટા,પાસપોર્ટ સાઈઝનો ફોટા-૨ નંગ, ઉંમરનું પ્રમાણપત્ર, શૈક્ષણીક લાયકાતના સર્ટિફીકેટ અને અનુભવનો દાખલો (જો હોય તો), ઓરીજીનલ તેમજ દરેકની સ્વપ્રમાણીત નકલ સાથે લઈ હાજર રહી શકશે.
જે ઉમેદવારની પસંદગી ડાયરેક્ટ એજન્ટ તરીકે થશે તેમણે રૂપિયા ૫૦૦૦/- ના એન.એસ.સી/કે.વી.પી. સિક્યોરીટી ડીપોઝીટ સર્ટિફીકેટ જમા કરવવાનું હેડ પોસ્ટ ઓફિસ, નડિયાદ દ્વારા જણાવવામાં આવ્યું છે.