*ડીસાના મહાદેવિયા ખાતે રૂ. 23 લાખના ખર્ચે નવનિર્મિત વન કવચનું કરાયું લોકાર્પણ*

* એકસઠ પ્રકાર ના વૃક્ષોનું કરાયું છે વાવેતર

* સોનેશ્વર મહાદેવના સાનિધ્યમાં બન્યો ઓક્સિજન પાર્ક

* ડીસાના મહાદેવિયા ખાતે આવેલા શ્રી સોનેશ્વર મહાદેવના સાનિધ્યમાં રૂ. 23 લાખના ખર્ચે નવનિર્મિત વન કવચનું લોકાર્પણ આજે શિવરાત્રીના પવિત્ર દિવસે કરવામાં આવ્યું હતું. આ લોકાર્પણ ડીસાના ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ માળીના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. 

* ડીસા શહેર અને તાલુકા ને એક નવું જ પર્યટક સ્થળ મળી રહે તેવા આશયથી બનાસ નદીના કિનારે મહાદેવીયા ખાતે શ્રી સોનેશ્વર મહાદેવ પાસે વન વિભાગ દ્વારા નિર્માણ પામેલા વન કવચનું લોકાર્પણ આજે શિવરાત્રીના દિવસે યોજાયું હતું.

* આ લોકાર્પણ કાર્યક્રમમાં ઉપસ્થિત બનાસકાંઠા જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી કિર્તીસિંહ વાઘેલાએ વન કવચના નિર્માણ કરવા બદલ ડીસાના ધારાસભ્ય અને વન વિભાગને અભિનંદન પાઠવ્યા હતા.

* ₹23 લાખના ખર્ચે બનેલા આ વન કવચના લોકાર્પણ પ્રસંગે ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ માળીએ જણાવ્યું હતું કે, આ વન કવચ નિર્માણ પાછળ પાણી, પર્યાવરણ અને પર્યટક સ્થળ નો વિચાર આજે મૂર્તિમંત બન્યો છે. અને તેવા વિચાર સાથે તેનું નિર્માણ કરવામાં આવ્યું છે. જે ડીસા તાલુકાના નાગરિકો માટે એક પર્યટન સ્થળ બની રહેશે. અહીંયા 61 પ્રકારના વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે.

* આ સ્થળને વિકસાવવા માટે સંમતિ આપવા બદલ શ્રી સોનેશ્વર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ પણ નો પણ આભાર વ્યક્ત કર્યો હતો. આગામી દિવસોમાં બીજા ફેજમાં બાળકો માટેના બાળ ક્રીડાગણ નું કામ પણ શરૂ થશે, તેમ તેમણે ઉમેર્યું હતું. આ એક ઓક્સિજન પાર્ક પણ કહી શકાય તે રીતે અહીંયા જાપાનીઝ પદ્ધતિથી 10,000 જેટલા છોડનું વાવેતર કરવામાં આવ્યું છે. આ પ્રસંગે બનાસકાંઠા જિલ્લા ભાજપના પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા, મહામંત્રીઓ કનુભાઈ વ્યાસ, સંજયભાઈ બ્રહ્મભટ્ટ , શ્રેયાંશ પ્રજાપતિ, જિલ્લા, તાલુકા અને શહેર ભાજપના હોદ્દેદારો તથા સોનેશ્વર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ ડો. સી. કે. પટેલ, શ્રી રાજુભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

*' વન કવચ ' જોતા છાત્રોને બાળપણ ના દિવસો યાદ આવ્યાં વગર રહેશે નહીં...!*

આ જગ્યાએ આજે હરિયાળી લહેરાઈ રહી છે. જ્યાં પ્રકૃતિના સમીપથી દર્શન થકી તમને શાંતિની અનુભૂતિ થયા વગર રહેશે નહિ.

  વન વિભાગ દ્વારા અહીંયા અનેક પ્રકારના છોડોનું વાવેતર કરવામાં આવ્યું છે. જેમાં સરગવો, શિશુ, પીપળો, પારિજાત, જામફળ, શેતૂર, જાંબુ, બોર અને કેરી જેવા વિવિધ પ્રકારના વૃક્ષોના છોડોનું વાવેતર કરવામાં આવ્યું છે. જેમાં ફળના ઝાડનું વાવેતર થતાં પક્ષીઓનો મધુર કલરવ પણ અહીંયા મુલાકાત લેનારા પ્રવાસીઓના કાનમાં ગુંજશે. એટલું જ નહીં સેલ્ફી ઝોન, વોકિંગ ટ્રેક જેવી સુવિધાઓને પણ વિકસાવવામાં આવી છે.

 આ ' વન કવચ ' નિર્માણ ડીસા વિસ્તારમાં સૌ લોકો માટે એક નવું જ નજરાણું બની રહેશે.