૨૦૦૩ તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે બસ સ્ટેન્ડનુ ઉદધાટન કરવામાં આવ્યું હતું....
વિરપુર ખાતે ૨.૧૩ કરોડના ખર્ચે નવીન બસ સ્ટેશન બનશે....
વિરપુર તાલુકાના ૬૨ જેટલા ગામોના મુસાફરોની સુવિધા વધારવા માટે રાજ્ય સરકાર દ્વારા નવીન બસ સ્ટેશન મંજૂર કરવામાં આવ્યું હતું જેમાં ૭ માર્ચ ગુરૂવારના રોજ પંચમહાલ લોકસભાના સાંસદ રતનસીંહ રાઠોડના વરદ હસ્તે આ ૨.૧૩ કરોડના ખર્ચે બનનાર બસ સ્ટેશનનું ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં કુલ ૫૬૦૦ ચોરસ મીટર જમીન વિસ્તારમાં ૬૬૮.૬૦ ચોરસ મીટર બાંધકામ અને પ્લેટફોર્મ ૭ નંગ મુસાફરો માટે બેઠક વ્યવસ્થા સાથે મિટિંગ હોલ, પાણીની પરબ, ઇન્કવાયરી તથા સુવિધા પાર્સલ રૂમ, કિચન, શૌચાલય, ડ્રાઈવર-કન્ડક્ટર રેસ્ટ રૂમ, લેડીઝ કંડકટર રૂમ, ઈલેક્ટ્રિક રૂમ, શૌચાલય વગેરે સુવિધાઓ વાળા નવીન બસ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં પંચમહાલ સાંસદ રતનસીંહ રાઠોડ,બાલાસિનોર ધારાસભ્ય માનસિંહ ચૌહાણ,જીલ્લા ભાજપ પ્રમુખ દશરથભાઇ બારીયા,ખેડા જીલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ મુકેશભાઇ શુક્લ,જીલ્લા શિક્ષણ સમિતિ ચેરમેન પિનાકીનભાઇ શુક્લ,જીલ્લા ભાજપ મહામંત્રી જયેન્દ્રભાઇ બારોટ,જીલ્લા પંચાયત સદસ્ય એસ.બી.ખાંટ,જીલ્લા પંચાયત સદસ્ય રમતુભાઇ બારીયા,જીલ્લા હોમગાર્ડ કમાન્ડર જતીનભાઇ જોષી,તાલુકા પંચાયત પ્રમુખ નિખીલ પટેલ,વિભાગીય નિયામક એસ.ટી,વિરપુર મામલતદાર સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા ઉલ્લેખનીય છે કે વિરપુર ખાતેનુ અગાઉનું બસ સ્ટેન્ડ સ્વ.વિધ્યાબા શંકરલાલ શુક્લ તથા અંબાલાલ કજોડીમલ શાહ દ્વારા વિરપુર બસ સ્ટેશન માટે દાન કરેલ ભૂમિમાં વર્ષ ૨૦૦૫ માં ખેડા જીલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ મુકેશભાઇ શુક્લ દ્વારા બસ સ્ટેશન નું નિર્માણ કરવામાં આવ્યું હતું તા.૨૦/૧૨/૨૦૦૩ ના રોજ વિરપુર બસ સ્ટેશનનું ઉદઘાટન હાલના વડાપ્રધાન અને તત્કાલીન મુખ્યમંત્રી આદરણીય નરેન્દ્રભાઇ મોદીના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું...