સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના ઢોકળવા ગામે ખેતરમાંથી યુવાનની લાશ શંકાસ્પદ હાલતમાં મળી આવતા ચકચાર મચી જવા પામી છે. ત્યારે યુવાનની લાશને રાજકોટ પીએમ અર્થે ખસેડવા માટે સરકારી હોસ્પિટલ તંત્ર પાસે એબ્યુલન્સ વાહનની સગવડ ન હોવાથી લાશને પીએમ માટે રાજકોટ સુધી મરણજનારના પરીવારજનોએ પ્રાઈવેટ ખૂલી પિકઅપ વાહનમા લાશને લઈને જવા મજબુર બન્યા છે.સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા વિસ્તારમાં મારામારી અને હત્યા જેવા બનાવો વધી રહ્યા છે. ત્યારે ચોટીલા તાલુકાના ઢોકળવા ગામે યુવાનની લાશ મળી આવી હતી. ત્યાર પછી મોટી મોલડી પોલીસને જાણ કરી હોવાથી પોલીસ ઘટનાસ્થળે દોડી ગઇ હતી. તેમજ પોલીસ તપાસ કરતા યુવકની લાશ શંકાસ્પદ હાલતમાં હોવાથી યુવાની હત્યા પ્રેમ પ્રકરણમાં થઈ હોવાની ચર્ચા પણ ચાલી રહી છે. તેમજ લાશને પોસ્ટમોર્ટમ માટે ચોટીલા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. તે ઉપરાંત લાશને વધુ ફોરેન્સિક પીએમ માટે રાજકોટ ખસેડવામાં આવી હતી. ત્યારે યુવાનની લાશને રાજકોટ પીએમ અર્થે ખસેડવા માટે સરકારી હોસ્પિટલ તંત્ર પાસે એબ્યુલન્સ વાહનની સગવડ ન હોવાથી લાશને પીએમ માટે રાજકોટ સુધી મરણજનારના પરીવારજનોએ પ્રાઈવેટ ખૂલી પિકઅપ વાહનમા લાશને લઈને જવા મજબુર બન્યા હતા.આ મામલે ચોટીલા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરી ગુન્હો નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. મૃતક યુવાનનું નામ લાખાભાઇ કરશનભાઇ હોવાનું બહાર આવ્યું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ABUROAD // મેડિકલ સામાન ની આડમાં છુપાવીને લઈ જવાતા વિદેશી દારૂ સાથે એક ઈસમ ઝડપાયો..
ગુજરાત રાજસ્થાન સરહદ ધરાવનાર અમીરગઢ પાસે આવેલી રાજસ્થાન ની માવલ પોલીસ ચેકપોસ્ટ પર થી કન્ટેનર માં...
ST બસની અનિયમત્તા ને કારણે પીપલવાડા ના સ્થાનિકો અને વિદ્યાર્થી દ્વારા બસ રોકો આંદોલન કર્યું
ઠાસરા તાલુકાના પીપલવાડામાં સ્થાનિકો તથા વિદ્યાર્થીઓ દ્વારા બસ રોકો આંદોલન કર્યું ...
હિંમતનગરની યુવતીને દવા પી જવા મજબૂર કરનાર ત્રણ સાસરીયા વિરૂધ્ધ ફરીયાદ
હિંમતનગરના બેરણા રોડ પર આવેલ એક સોસાયટીમાં રહેતી યુવતીના લગ્ન ૧પ વર્ષ અગાઉ અમદાવાદ પાસે આવેલ નાના...
વન વિભાગ દ્વારા વન્યજીવોને ગોંધી રાખેલા અલગ અલગ વિસ્તારમાંથી મુક્ત કરાવ્યા
વન વિભાગ દ્વારા વન્યજીવોને ગોંધી રાખેલા અલગ અલગ વિસ્તારમાંથી મુક્ત કરાવ્યા