ડોળાસા તા.૫., ડોળાસા નજીક ના માઢગામ ગામ પાસે ઉના મામલતદાર કચેરી ના બે કર્મચારીઓ ને માતેલા સાંઢ જેવો ટ્રકે પુર ઝડપે હડફેટે લઈ આશરે સો ફોટ દૂર ફંગોલતા એક નું ઘટના સ્થળેજ મોત થયું છે.જ્યારે બીજા ને ગંભીર ઇજા થતાં સારવાર અર્થે દવાખાને ખસેડાયા છે.

        .ઉના તાલુકાના માઢગામ ગામ નજીક સાંજ ના પાંચ વાગ્યા આસપાસ ઉના થી પુર ઝડપે આવી રહેલા ટ્રક નંબર GJ 11 Z 8595 ના ચાલક ની બેફિરાય ના કારણે શોખડા ફાટક થી થોડે દૂર રોડ સાઈડ માં ઊભેલી મોટર સાઇકલ નંબર GJ 14 AL 5707 અને બાજુમાં ઊભેલા મોટર સાયકલ સવાર ભરતભાઈ પંડ્યા ( ઉંમર ૩૭ ) જેઓ કેસરિયા..રાણવશી..ભેભા સહિત ના આઠ જેટલા ગામો.ના રેવન્યુ તલાટી તરીકે નો ચાર્જ સંભાળતા હતા.અને સાથે ઉભેલા દિલીપભાઈ બાંભણિયા જેઓ ઉના મામલતદાર કચેરી માં નાયબ મામલતદાર તરીકે ની ફરજ બજાવતા હોવાનું માલૂમ પડ્યું છે.આ બંને યુવાનો ને આ ટ્રકે હડફેટે લેતા ભરતભાઈ સો ફૂટ દૂર ફૂટબોલ ની જેમ ફંગોળાયા હતા અને રોડ ની ઊંચાઈ થી દસ ફૂટ નીચે પડતાં તેઓ નું ઘટના સ્થળેજ મોત થયું હતું.જ્યારે દિલીપભાઈ ને બંને પગમાં ગંભીર ઇજા થાય સારવાર અર્થે દવાખાને ખસેડાયા છે. અકસ્માત સર્જી ટ્રક ચાલક અર્ધો કિમી.દૂર ટ્રક ઊભો રાખી નાશી ગયો હતો.ઉના પોલીસે તુરત ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી છે.અને ટ્રક ને કબ્જા માં લઇ ઉના મોકલી દીધો છે.

         જાણકારો ના જણાવ્યા અનુસાર ઉના મામલતદાર કચેરી ના બંને કર્મચારીઓ ઉના તાલુકાના સોખડા ગામ કામ સબબ જઈ રહ્યા હતા.પણ કેસરિયા પછી સોખડા ફટકે ઉતારવા ના બદલે થોડે દૂર પહોંચી ગયા હતા.પણ માલૂમ પડ્યું કે રસ્તો ભૂલી ગયા છે.તો મોટર સાયકલ ઊભી રાખી હતી અને વાહનો ની સવાર જવર હળવી થયા બાદ જ મોટર સાયકલ પાછી વાળવાની હતી પણ આ વાહનો માં તેમનો કાળ સમો ટ્રક પણ હતો.તેઓ તેમની બાજું રોડ થી દૂર ઊભા હતા. પણ ટ્રક ડ્રાઈવર ની લાપરવાહી ના કારણે આ બંને યુવાનો દૂર ઊભા હોવા છતાં હડફેટે લઈ ગંભીર અકસ્માત સર્જી ટ્રક છોડી નાસી ગયો હતો.અને એક આશાસ્પદ યુવાન નો ભોગ લીધો હતો. અને બીજા ને પણ ગંભીર રીતે ઘાયલ કર્યો છે.