દિયોદર સર્કીટ હાઉસ ખાતે પ્રદેશ બક્ષીપંચ મોરચાના જીલ્લા ઈન્ચાર્જ મુકેશભાઈ પ્રજાપતિ ની અધ્યક્ષતા માં દિયોદર તાલુકા ભાજપ બક્ષીપંચ મોરચા ની પ્રથમ કારોબારી બેઠક યોજાઈ હતી.આવનારી લોસભાની ચૂંટણી ને લઈને પ્રદેશ ભાજપ અને બનાસકાંઠા જીલ્લાના પ્રભારી ભાજપ બક્ષીપંચ મોરચાના આદેશ થી દિયોદર તાલુકાના બક્ષીપંચ મોરચા ની પ્રથમ કારોબારી બેઠક યોજાઈ હતી.આગામી સમયમાં યોજાનારી લોકસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર શ્રીમતી ડો.રેખાબેન ચૌધરી ને બનાસકાંઠા લોકસભા બેઠક માટે ઉમેદવાર જાહેર કર્યો છે ત્યારે બનાસકાંઠા જીલ્લાના પ્રભારી મુકેશભાઈ પ્રજાપતિ અને બનાસકાંઠા જીલ્લાના બક્ષીપંચ મોરચાના પ્રમુખ દ્વારા જીલ્લાના વિવિધ સંગઠનો - મોરચા સાથે બેઠકો યોજી આવનારી લોકસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર રેખાબેન હિતેશભાઈ ચૌધરી ને પાંચ લાખ મતો થી વિજય બનાવવા અને વડાપ્રધાન મોદીજી નો 400 પ્લસ નો નિર્ધાર સાકાર કરવા દિયોદર તાલુકાના બક્ષીપંચ મોરચાના પ્રમુખ અને હોદ્દેદારો, બક્ષીપંચ મોરચાના કાર્યકરો સાથે ચર્ચા બેઠક યોજાઈ હતી જ્યાં બનાસકાંઠા જિલ્લાના પ્રભારી મુકેશભાઈ પ્રજાપતિ સહિત જિલ્લા બક્ષિપંચ મોરચાના પ્રમુખ એ જીલ્લા માંથી સૌથી વધુ બુથ પર ભાજપ ના ઉમેદવારો ને મત મળે એ માટે બક્ષીપંચ મોરચાના તમામ હોદ્દેદારો અને કાર્યકરો ને આહવાન કર્યું હતું. વડાપ્રધાન મોદી એ બક્ષીપંચ મોરચાના ની નાના નાના સમાજોની કદર કરી એમના માટે રાજ્ય સભાના સાંસદ બીજી વખત પસંદગી કરી છે ત્યારે મહેસાણા જિલ્લામાંથી સામાન્ય કાર્યકર મયંકભાઈ નાયક ની પસંદગી કરી બક્ષીપંચ સમાજો ને સ્થાન આપી કદર કરી છે ત્યારે આવનારી લોકસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર શ્રીમતી રેખાબેન હિતેશભાઈ ચૌધરી ને જંગી બહુમતીથી વિજયી બનાવવા ઘરે ઘરે બક્ષીપંચ મોરચાના હોદ્દેદારો કાર્યકરો સાથે રહી ખભે ખભો મિલાવીને અબકી બાર ચાર સો કે પાર સંકલ્પને સાકાર કરવા અભિયાન ને સફળ બનાવવા દિયોદર તાલુકાના બક્ષીપંચ મોરચાના હોદેદારો કાર્યકરો એ સંકલ્પ કર્યો છે.મહત્વનું છે કે ટૂંક સમયમાં યોજાનારી લોકસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર રેખાબેન હિતેશભાઈ ચૌધરી ને જંગી બહુમતીથી વિજયી બનાવવા ઘરે ઘરે બુથ લેવલ ભાજપને મજબૂર બનાવવા પ્રદેશ ભાજપ ના અને બનાસકાંઠા જીલ્લાના પ્રભારી મુકેશભાઈ પ્રજાપતિ,બનાસકાંઠા જિલ્લાના બક્ષીપંચ મોરચાના પ્રમુખ, દિયોદર તાલુકાના ભાજપ ના પ્રમુખ ડો.હસુભાઈ પટેલ, ઉપાધ્યક્ષ ભવાનજી ઠાકોર, દિયોદર બક્ષીપંચ મોરચાના પ્રમુખ ઈશ્વરભાઈ નાઈ, મહામંત્રી વિરમભાઈ મોદી,ઉપપ્રમુખ લખમણભાઈ ચૌધરી,ઉપપ્રમુખ ઈશ્વરભાઈ પટેલ,મંત્રી ઠાકરશીભાઈ પંચાલ,મંત્રી ભલજીભાઈ રાજપૂત,મંત્રીચેહરાભાઈ ઠાકોર,શૈલેશ ભાઈ નાઈ, સોમાભાઈ નાઈ સહિત દિયોદર તાલુકાના બક્ષીપંચ મોરચાના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.....

Sponsored

ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा

ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं