કેશોદમાં અઢી-માંગરોળમાં દોઢ ઇંચ : બંદરો પર સિગ્નલ
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
સૌરાષ્ટ્રમાં ધીમીધારે મેઘસ્વારી ચાલુ રહી છે. સોરઠ, ગીર સોમનાથ, દ્વારકા જિલ્લામાં ઝાપટાથી માંડી અઢી ઇંચ પાણી પડયું છે. કેશોદમાં અઢી, માંગરોળ અને માળીયામાં દોઢ, જુનાગઢ, માણાવદરમાં પોણો-પોણો ઇંચ પાણી વરસ્યુ હતું. તલાલા અને કોડીનારમાં પોણો ઇંચ, વેરાવળ, ગીરગઢડા, સુત્રાપાડામાં અડધો ઇંચ વરસાદ નોંધાયો છે. ખંભાળીયામાં પોણો ઇંચ, પોરબંદરમાં અડધો ઇંચ પાણી પડયું હતું.
રાજકોટ શહેરમાં આજે સવારે વરસાદનું ભારે ઝાપટુ વરસ્યુ હતું. દરમ્યાન સૌરાષ્ટ્ર અને તેને જોડતા ઉતર-પૂર્વ અરબી સમુદ્ર પર સર્જાયેલ લો પ્રેસર અને તેના પગલે સાયકલોનિક સકર્યુલેશનથી અતિ મુશળધાર વરસાદનું હવામાન સર્જાયુ છે. બે દિવસમાં તે વધુ શકિતશાળી બનવાની શકયતા છે પરંતુ તે પશ્ચિમ તરફ દરિયા તરફ ફંટાઇ રહ્યું છે તેથી શુક્રવારથી ભારે વરસાદમાં રાહત થશે. તો બીજી તરફ લો પ્રેસરના પગલે સૌરાષ્ટ્ર સહિત રાજયભરનો દરિયો તોફાની બન્યો હતો અને બંદરો ઉપર સિગ્નલ નં.3 લગાડવામાં આવ્યા છે.
સૌરાષ્ટ્રનો દરિયો ભારે તોફાની થયો છે અને 10-10 ફુટ ઉંચા મોજા ઉછળી રહ્યા છે. જેમાં બોટ લઇને જવું જોખમી છે. માછીમારોને દરિયો નહીં ખેડવા તાકીદ કરાઇ છે. ગુજરાતમાં સવારના સમયે રહેતું દરિયાકાંઠાનું ઓફશોર ટ્રોફ જારી રહ્યું છે, લોપ્રેસરનું સેન્ટર સૌરાષ્ટ્ર ઉપર છે.
ખંભાળીયા
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગઈકાલે પણ મહદ અંશે આખો દિવસ મેઘવિરામ રહ્યા બાદ ખંભાળિયા તથા કલ્યાણપુર તાલુકામાં રાત્રિના સમયે મુશળધાર વરસાદ વરસી હતો. ખંભાળિયા પંથકમાં ગઈકાલે આખો દિવસ બફારો રહ્યા બાદ રાત્રીના સમયે પુન: વીજળીના ચમકારા સાથે આશરે સાડા નવેક વાગ્યે શરૂ થયેલો વરસાદ સતત અડધો કલાક ધોધમાર વરસ્યો હતો અને વીજળીના કડાકા-ભડાકા સાથે પોણો ઈંચ (19 મી.મી.) વરસાદ વરસી ગયો હતો. આ જ રીતે કલ્યાણપુર તાલુકામાં પણ અડધો ઈંચ (12 મી.મી.) વરસાદ વરસ્યો હતો. ત્યારે ભાણવડ તાલુકામાં ગઈકાલે માત્ર એક મીલીમીટર વરસાદ નોંધાયો છે.
આ સાથે ખંભાળિયામાં મોસમનો ફુલ વરસાદ 40 ઈંચ, કલ્યાણપુરમાં 28 ઈંચ, દ્વારકામાં 28 ઈંચ અને ભાણવડમાં 18 ઈંચ થયો છે. જિલ્લામાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 99 ટકા વરસી ગયો છે.
ખંભાળિયામાં ગતરાત્રિના વરસાદના પગલે રાબેતા મુજબ લાંબો સમય વીજ પુરવઠો ખોરવાઈ જતા. નગરજનોમાં વીજતંત્ર સામે કચવાટની લાગણી જોવા મળી હતી. આજે સવારથી વાતાવરણ ખુલ્લું રહ્યું હતું અને સૂર્યનારાયણના દર્શન થયા હતા.
બાબરા
બાબરા શહેર તેમજઉપરવાસમાં સતત વરસાદના કારણે શહેરમાંથી પસાર થતી કાળુભાર નદી બે કાંઠે વહેવા લાગી છે. કાલુભાર નદી પર આવતા તમામ કોઝવે પણ ભરાઇને ઉપરથી પાણી વહેતુ થયું છે ત્યારે બાબરાના રામનગરમાં રહેતા રવજીભાઈ પ્રજાપતિ બાબરાથી ચમારડી જતા હતા ત્યારે નીલકંઠ મહાદેવ મંદિર પંચકુંડ પાછળ આવેલ કાળુભાર નદીના કોઝવેમાંથી પોતાનું બાઇક નાખી ચલાવતા બાઇક સ્લીપ થતા બાઇક ચાલક કાળુભાર નદીમાં પડી જતા તણાવવા લાગતા આસપાસના લોકો તરત જ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.
સ્થાનિક ભાજપ અગ્રણી રમેશભાઈ સાંગડીયા, સંજયભાઈ પ્રજાપતિ, રસિકભાઈ, હરેશભાઇ સહિતના અગ્રણીઓ દ્વારા તાત્કાલિક અસરથી ટ્રેકટર અને દોરડું મંગાવી નદીના વહેંણમાં તણાતાં પ્રજાપતિ આધેડને હેમખેમ બાઇક સાથે બહાર કાઢતા સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો
રીપોર્ટર... ભરતભાઈ ખુમાણ રાજુલા અમરેલી