પાલનપુર ખાતે ગૌ એમ્બ્યુલન્સ અર્પણ કાર્યક્રમ યોજાયો.
તારીખ ૦૩.૦૩.૨૦૨૪ રોજ પાલનપુરમાં મહેશ્વરી સમાજ અને helpgausheva. Com ના સંયુક્ત દાતા થકી જય ગૌ હેલ્પલાઇન ને એમ્બ્યુલન્સ મળેલ.શ્રી પરેશભાઈ પ્રજાપતિ નું સારો વહીવટ અને વિશ્વાસ થકી હજારો ગાયો ને સારવાર, પીડા માંથી મુક્તિ મળે છે.આ પ્રસંગે ઓલ ઇન્ડિયા ઢાટ મહેશ્વરી સમાજ ના પ્રમુખ શ્રી ગીરીશભાઈ રાઠી ગૌ સેવા માટે 11 લાખ, જરૂર પ્રમાણે તથા શ્રી શિવરામભાઈ પટેલ એ ગૌ એમ્બ્યુલન્સ નો કાયમી ડીઝલ અને maitence નો ખર્ચો ઉપાડી લીધેલ છે.ડીસા થી ગૌ સેવકો એ 151000/- નું દાન પણ એમ્બ્યુલન્સ ના સંચાલક પરેશભાઈ પ્રજાપતિ ને આપેલ છે.
જીવદયા પ્રેમી ગૌ સેવક શ્રી ગૌતમભાઈ કેલા એ જણાવેલ કે રાતદિવસ કામ કરતા ગૌ પ્રેમી કાર્યકરો પોતાના નામ કે ફોટા ની પણ પરવા કર્યા સિવાય ચોવિસે કલાક તત્પર રહે છે તેમનું સન્માન તેમજ કામ ની કદર થવી જોઈએ, તેથી ગૌ સેવકો ને શિલ્ડ તેમજ સન્માન પરમ પૂજ્ય 1008 રવિ શરણાનંદ મહારાજ તેમજ ધારાસભ્ય શ્રી અનિકેત ઠાકરે દ્વારા કરાવેલ પૂર્વ મંત્રી શ્રી કાંતિભાઈ કચોરીયા અને helpgaushala. Com માંથી શ્રી આઈ પી મહેશ્વરી સાહેબે ગૌ શાળા સંકલન અને આપેલ દાન ની માહિતી આપેલ.મહેશ્વરી સમાજ ના મંત્રી મણિલાલ લાલવાણી આભાર વિધિ કરેલ. કાર્યક્રમ નું સફળ સંચાલન શ્રી વિનોદભાઈ મહેશ્વરી એ કરેલ. અને 1008 રવિ શરણાનંદ મહારાજ હસ્તે જીવ દયા પ્રેમી ઠાકોર ખત્રી નું ટ્રોફી અને પુષ્પ આપીને સન્માન કરવામાં આવ્યું..