કડી : કડી તાલુકા તેમજ શહેરની અંદર તસ્કરોએ તરખાટ મચાવી દીધો છે ત્યારે LCBને મોટી સફળતા મળી છે. કડી શહેરમાં થોડાક દિવસો અગાઉ મહિલાના ગળામાં પહેરેલ સોનાની ચેન ઝૂટવી ઇસમો ફરાર થઈ ગયા હતાં. તેમજ બાવલુ પોલીસ સ્ટેશનમાં મહિલાના ગળામાં પહેરેલ સોનાની ચેન ઝૂટવી ઈસમો ફરાર થઈ જતા બાવલુ તેમજ કડી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવામાં હતો. જે અંતર્ગત LCBને મોટી સફળતા મળી છે અને બંને આરોપીઓને ગણતરીના દિવસોમાં ઝડપી પાડ્યા હતાં. મુદ્દામાલ વેચવા જાય તે પહેલાં જ LCBના હાથે લાગી ગયા હતાં.

મહેસાણા જિલ્લાના પોલીસ વડા અચલ ત્યાગી દ્વારા LCBના પોલીસ સ્ટાફને સૂચના આપી હતી કે કડી તાલુકામાં તેમજ શહેરની અંદર ચોરી તેમજ ચેન સ્નેચિંગ બનાવવામાં વધારો થઈ રહ્યો છે. જે અંતર્ગત પેટ્રોલિંગમાં વધારો કરી દેવામાં આવ્યો હતો અને આરોપીઓને ઝડપી પાડવા અલગ-અલગ દિશામાં LCBના માણસો કામગીરી કરી રહ્યા હતાં. આ દરમિયાન LCBના જોરાજી અને કિરીટકુમારને ખાનગી રાહે બાતમી મળી હતી કે, બે ઈસમો વાદળી કલરનું બજાજ કંપનીનું પલ્સર લઈને સોનાની ચેનનો મુદ્દામાલ વેચવા સારું નીકળી રહ્યા છે.

કડી વાળી નાથ મહાદેવ જવાના રસ્તા ઉપર આવેલ નર્મદા કેનાલ પાસે LCBના માણસો કોર્નર કરીને બાતમીના આધારે ઉભા રહ્યા હતાં. જે દરમિયાન વાદળી કલરનું પલ્સર લઈને બે ઇસમો દેવુસણાથી કડી તરફ આવી રહ્યા હતાં. જે LCBના માણસને સગમત લાગતા બંને આરોપીઓને LCBએ ઊભા રાખ્યા હતા અને સઘન પુષ્ટી કરી બંને ઇસમોની તલાસી કરતાં તેમના જોડેથી તૂટેલી હાલતમાં સોનાની મગમાળા કિંમત રૂપિયા 96 હજારથી વધુની રકમ મળી આવી હતી.

આ ઉપરાંત બાઈક અંગે કાગળ માગતા તેઓ પાસે ન હોવાથી બાઇકનો પણ જપ્તો મેળવી લીધો હતો. ઠાકોર નરેશ દેવુસણા અને સિપાઈ આસિફખાન દેવુસણાની પોલીસે અટક કરી હતી. તેમજ ઠાકોર સાગરને ઝડપી પાડવા માટે તજવીજ હાથ ધરવામાં આવી હતી. પોલીસે કુલ રૂપિયા 2.21 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરીને બંને ઈસમોને કડી પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યા હતા. એક ઇસમને ઝડપી પાડવા માટે ચક્ર ગતિમાન કર્યા હતા.