વિરપુર બાલાસિનોર હાઈવે પર પડેલ ઝાડ પોલીસ દ્વારા હાટાવાયુ..
વિરપુર તાલુકામાં ગતરોજ વિજળીના ચમકારા સાથે થોડીવાર માટે ભારે પવન સાથે કમોસમી વરસાદ ખાબક્યો હતો ત્યારે વિરપુર બાલાસિનોર હાઈવે પરના રતનકુવા ગામ પાસે બાવળનું વૃક્ષ ધરાશયી થયુ હતું જેના લીધે વાહનચાલકોને ભારે હાલાકી વેઠવી પડી રહી હતી ત્યારે વિરપુર પોલીસને ઝાડ પડવાની જાણ થતાં ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને રસ્તા પર પડેલ ઝાડને ભારે જહેમત બાદ ઝાડને સ્થળ પરથી હટાવવામાં આવ્યું હતું જોકે વિરપુર પોલીસની સરાહનીય કામગીરીને લઇને વાહનચાલકોએ આભાર વ્યક્ત કર્યો હતો...
 
  
  
  
  
   
   
  