એક વરસ પૂર્વે બિનવારસી મળી આવેલ બાળક ઈરફાન ને તેના પરિવાર સાથે મિલન ( રાજ કાપડિયા 9879106469 સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો ) જયશ્રી મારુતિ નંદન કિસાન વિકાસ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત ચિલ્ડ્રન હોમ દાહોદમાં આજથી લગભગ ૧૧ મહિના પૂર્વે દાખલ થયેલ બિનવારસી બાળક ઈરફાને લાબી શોધખોળ પછી આજે સુરત ખાતે થી આવેલ તેના પરિવાર સાથે મિલન કરાવી તેમને સુપ્રત કરવામાં આવ્યો ચાઇલ્ડ વેલ્ફેર કમિટી દાહોદના ચેરમેનશ્રી રંજનબેન રાજહંસ દ્વારા આજે તેમના જન્મદિવસના શુભ દિને આ બાળકના વાલી વારસો મળી આવતા સૌ મેમ્બર સાથે તેની ઉજવણી કરી બાળકના હસ્તે કેક કપાવી સૌને મોઢું મીઠું કરાવી મારા જીવનમાં આજે સૌથી ખુશી નો દિવસ હોવાનું જણાવ્યું હતું અને સંસ્થાના મંત્રીશ્રી ભરત પંચાલ દ્વારા તેની માતાની બાળકને શિક્ષણ આપવા અનુરોધ કર્યો હતો આ તબક્કે સીડબલ્યુસીના મેમ્બર શ્રીમતી પાલ્મીતાબેન દ્વારા બાળકની માતાને બાળકની સારી રીતે સારસંભાળ કરવા અને ફરી વાર બાળક ગુમ ના થાય તેની કાળજી રાખવા જણાવ્યું હતું આ અન્ય સીડબલ્યુસી મેમ્બર શ્રી સરદારભાઈ તાવીયાડ .શનુભાઈ માવી અને મુકેશભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા ચિલ્ડ્રન હોમના અધિક્ષકશ્રી રાકેશભાઈ પ્રજાપતિ અને POIC રેખાબેન વણકર દ્વારા આ તબક્કે બાળકોનો કબજો સોપતા ભાવુક દ્રસ્ય સર્જાયા હતા