આબુરોડ થી અંબાજી આવતી રાજસ્થાન એસ.ટી બસ ને નડ્યો અકસ્માત…..

આબુરોડ થી અંબાજી આવતી રાજસ્થાન એસ.ટી બસ ને નડ્યો અકસ્માત…..

સુરપગલા નજીક બસ નદી માં ખાબકી…

મુસાફરો ને નાની – મોટી ઈજાઓ થતા આબુરોડ – અંબાજી ખાતે ખસેડાયા……

આબુરોડ થી અંબાજી તરફ આવતી રાજસ્થાન રોડવેઝ ની બસ નો સુરપગલા નજીક અકસ્માત સર્જાયો હતો.

આબુરોડ થી આશરે ૪૬ જેટલા મુસાફરો લઈ ને નીકળેલી

રાજસમંદ ડેપો ની બસ અંબાજી તરફ આવી રહી હતી .

જ્યાં આબુરોડ થી ૧૫ કી.મી દૂર સુરપગલા ગામ નજીક નદી વિસ્તાર ના વળાંક પાસે પહોંચી હતી જ્યાં સામે થી આવતી એક કાર ને બચાવવા જતાં બસ ચાલકે સ્ટેરીંગ પર નો કાબૂ ગુમાવતા બસ રોડ પર ની સુરક્ષા દીવાલ તોડી નદીમાં ખાબકી ને પલટાઈ ગઈ હતી. જેમાં બસ ના કેબિન નો ભાગ ને ભારે નુકસાન પહોચ્યું હતું.ભારે અકસ્માત થવા છતાં સદનસીબે બસ પલટાઈ ને ઊંધી પડતા કોઈ મુસાફર ને જાન હાની થઈ નહોતી,પરંતુ નાની – મોટી ઈજાઓ પહોંચી હતી જેને લઇ તાત્કાલિક મુસાફરો ને હોસ્પિટલ ખાતે ખસેડવાની કામગીરી શરૂ કરાઇ હતી.જેમાંથી ૧૫ જેટલા મુસાફરોને આબુરોડ ખાતે ની હોસ્પીટલ માં અને ૯ મુસાફરોને અંબાજી ખાતે ની હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યા હતા અને હજુ પણ બચાવ અને રાહત કામગીરી શરૂ છે.