પાવીજેતપુર બોડેલી હાઇવે રોડને અડીને ફ્રુટ બજાર શરૂ થઈ જતા મોટી હોનારતનો ભય

Sponsored

ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा

ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

             પાવીજેતપુર વન કુટીર તરફ જતા બોડેલી હાઇવે રોડ ને અડીને બંને બાજુએ ફ્રુટ બજાર શરૂ થઈ જતાં અકસ્માત નો ભય જનતાને સતાવી રહ્યો છે. 

              પાવીજેતપુર ફોરેસ્ટ ઓફિસ થી વન કુટીર જતા ડાબી બાજુ રોડ ઉપર શરૂઆતમાં એક બે ફ્રુટ ના પથારા લગાવ્યા હતા જેને જોઈ ધીમે ધીમે આ રોડ ને અડીને ફ્રુટ ની દુકાનો વધી જતા ફ્રુટ બજાર થઈ જવા પામેલ છે. ધીમે ધીમે સામે બાજુએ પણ દુકાનો વધી જતા પાવીજેતપુર બોડેલી હાઇવે રોડની બંને બાજુએ ફ્રુટ બજાર શરૂ થઈ જવા પામ્યું છે. 

            આ ફ્રુટ બજાર રોડને બિલકુલ અડીને આવેલ હોય તેથી કોઈપણ વાહન ચાલક ટુ-વ્હીલર કે ફોરવીલર એ તમામે પોતાના વાહનો રોડ ઉપર જ ઉભા રાખી ફ્રુટ લેવા જવું પડે છે જેના કારણે ઘણી વાર ટ્રાફિકજામ પણ થાય છે. અને સ્વાભાવિક રીતે જ નેશનલ હાઈવે રોડ હોય, પૂરપાટ ઝડપે વાહનો અહીંયાથી દોડતા હોય અને એકાએક રોડની વચ્ચોવચ મોટા વાહનો ઉભા થઈ જાય તો સ્વાભાવિક રીતે જ મોટી હોનારતન સર્જાઈ તેમાં નવાઈ નહિ. 

             દિવસે દિવસે આ ફ્રુટ બજારમાં વધારો થતા વધુને વધુ દુકાનદારો રોડ બાજુ વધી રહ્યા છે તંત્ર દ્વારા લાલ આંખ કરવામાં ન આવતા જે ઠેકાણે એકાદ ફ્રુટનો પથારો હતો ત્યાં આખી લાઈન ફ્રુટ ની દુકાનોની લાગી જવા પામી છે. તો તંત્ર આ અંગે લાલ આંખ કરી મોટી હોનારત થતી અટકાવે તે ખૂબ જરૂરી છે. કે પછી કોઈ મોટી હોનારતની રાહ જોવાય રહે છે ? આવા વેધક સવાલો જનતામાં ઉઠી રહ્યા છે.

             આમ, પાવીજેતપુર બોડેલી હાઇવે રોડ ઉપર બંને બાજુ એકાએક વધી ગયેલા ફ્રુટ બજારના પગલે અકસ્માત નો ભય જનતાને સતાવી રહ્યો છે. તંત્ર યુદ્ધના ધોરણે આ અંગે ઘટતું કરે તે ખૂબ જરૂરી છે.