ભારતીય જનતા પાર્ટી બનાસકાંઠા જિલ્લા દ્વારા વિવિધ મોરચા ના પ્રમુખ, ઉપપ્રમુખ તેમજ મંત્રી ની વરણી કરવામાં આવી છે.ત્યારે જિલ્લા પ્રભારી અને પ્રદેશ ઉપાધ્યક્ષ જયંતીભાઈ કવાડિયા સાથે સંકલન કરી જિલ્લા પ્રમુખ કિર્તીસિંહ વાઘેલા ના માર્ગદર્શન હેઠળ તેમજ જિલ્લા મહા મંત્રીઓ તેમજ મંડળ પ્રભારીઓ - મહામંત્રીઓ સાથે સંકલન કરી મહામંત્રી કનુંભાઈ વ્યાસ દ્વારા વિવિધ મોરચા ના પ્રમુખ અને ઉપપ્રમુખ તેમજ મંત્રી ની વરણી કરવામાં આવી છે. ત્યારે ડીસા શહેર કિસાન મોરચા ના મંત્રી તરીકે હરેશભાઈ મફતભાઈ નાઈ ની વરણી કરવામાં આવી છે.હરેશભાઈ નાઈ ને મિત્ર મંડળ તેમજ સગા સંબંધીઓએ શુભેચ્છાઓનો વરસાદ વરસાવ્યો હતો.વિવિધ સંગઠનો દ્વારા અભિનંદન પાઠવ્યા હતા.તેમજ ઋષિવંશી સેવા સમાજ સંગઠન માં ખુશી ની લાગણી જોવા મળી રહી છે.હરેશભાઈ નાઈ એ ભારતીય જનતા પાર્ટી ના હોદેદારો નો તેમજ અભિનંદન પાઠવનાર સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. હરેશભાઈ નાની વાત કરીએ તો હરેશભાઈ નાઈ લગભગ અંદાજિત ૨૫ વર્ષ થી ભાજપ સાથે સંકળાયેલા છે. ડીસા શહેર યુવા મોરચો અને બક્ષીપંચ મોરચામાં પણ હરેશભાઈ સેવા આપી ચુક્યા છે. ત્યારે હવે ભારતીય જનતા પાર્ટી એ ડીસા શહેર કિસાન મોરચા ના મંત્રી તરીકે વરણી કરવામાં આવી છે. ત્યારે હરેશભાઈ નાઈ એ પક્ષે આપેલ હોદ્દો સ્વીકારી દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી,, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ,,જિલ્લા પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા , મહામંત્રી કનુભાઈ વ્યાસ સહિત ભારતીય જનતા પાર્ટી નો આભાર વ્યક્ત કર્યો હતો.....