ડીસાની એસ.સી. ડબલ્યુ હાઈસ્કૂલ પાસેથી ચોરીના મોટરસાયકલ સાથે ફરતા શખ્સને ડીસા દક્ષિણ પોલીસે ઝડપી લીધો હતો. તેણે ગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી આ બાઈકની ચોરી કરી હોવાનું કબૂલ્યું હતું.
આ અંગેની વિગત એવી છે કે, ડીસા શહેર દક્ષિણ પીઆઇ આર.એસ. દેસાઈના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન ડીસાની એસ.સી.ડબ્લ્યુ સ્કૂલ પાસે અગ્રસેન સર્કલ નજીક એક બાઈકની નંબર પ્લેટ તૂટેલી જણાતા પોલીસને શંકા જતા બાઈક ચાલકને રોકી તપાસ શરૂ કરી હતી.
તપાસ કરતા બાઈક ચોરીની હોવાનું જણાયું હતું. જેથી બાઈક સવાર યુવક સેધુભા નટવરસિંહ દરબાર (સોલંકી) (રહે. સામઢી, નાઢાણીવાસ, તા. પાલનપુર) નો હોવાનું તેમજ હીરો બાઈક તેણે ગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરી કરી હોવાનું કબૂલ્યું હતું. જેથી પોલીસે તેની અટકાયત કરી સી.આર.પી.સી. કલમ 41(1)(ડી )મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.