ડીસાના લાટી બજાર વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી રોડ પર ગેરકાયદેસર દબાણ થઈ જતા સ્થાનિક અરજદારે કરેલી ફરિયાદના આધારે હાઇકોર્ટ દબાણ તોડવાનો હુકમ કર્યો હતો. જેને પગલે આજે નગરપાલિકાએ જેસીબી મશીન દ્વારા રસ્તા પર દબાણ દૂર કર્યા હતા.
ડીસાના લાટી બજાર વિસ્તારમાં રોડ પર સ્થાનિક લોકોએ ગેરકાયદેસર દબાણો કર્યા હતા. રોડ પર જ ગેરકાયદેસર પાક દબાણ કરી દેતા લોકોને અવર-જવરમાં ભારે મુશ્કેલી પડતી હતી. જેમાં અમને સ્થાનિક લોકોએ વારંવાર રજૂઆત કરી હોવા છતાં પણ નગરપાલિકા દ્વારા દબાણો હટાવવામાં ન આવતા આખરે જાગૃત નાગરિકે દબાણો મામલે હાઇકોર્ટમાં અરજી દાખલ કરી હતી અને હાઇકોર્ટે રસ્તા પરના ગરકાયદેસર દબાણ દૂર કરવા માટે હુકમ કર્યો હતો.
હાઇકોર્ટના હુકમના આધારે આજે ડીસા નગરપાલિકાની ટીમ દબાણ હટાવવા માટે પહોંચી હતી. પોલીસ બંદોબસ્ત સાથે પહોંચેલી નગરપાલિકાની ટીમે ગેરકાયદેસર કરેલા પાંચ પૈકી બે દબાણો જેસીબી મશીન દ્વારા દૂર કર્યા હતા. જ્યારે અન્ય ત્રણ દબાણદારો એ બે દિવસમાં જાતે જ તમામ દબાણ હટાવી લેવાની ખાતરી આપતા હાલ દબાણ હટાવવાની કામગીરી સ્થગિત રખાઈ છે.