જુનિયર ક્લાર્કની પરીક્ષા કેમ રદ, ક્યારે લેવાશે હવે:પંચાયત મંત્રી બસુભાઇ ખાબડ
જુનિયર ક્લાર્ક ની પરીક્ષા અંગે બસુભાઈ નિવેદન આપતા જણાવ્યું હતું કે આ પરીક્ષા હૈદરાબાદના કોઈ સેન્ટરમાંથી લીખે થયું છે અને હવે આગામી સમયમાં પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવશે જે ગુજરાત પંચાયત મંત્રી બસુભાઈ ખાબડે જણાવ્યું હતું
જુનિયર કલાર્ક પર ગ્રહણ : વિદ્યાર્થીઓનો ડર સાચો પડ્યો, ગુજરાતમાં ફરી પેપર ફૂટ્યું ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની ફરી એકવાર ઘોર બેદરકારી સામે આવી અને લાખો વિધાર્થીઓની આટલા દિવસની મહેનત પાણીમાં ગઈ. જુનિયર ક્લાર્કની લેવાનારી આજની પરીક્ષા ગુજરાત પસંદગી મંડળ દ્વારા મોકૂફ રાખવામાં આવી છે. રવિવારે જુનિયર ક્લાર્કની પરીક્ષા, પેપર લીકનોવિદ્યાર્થીઓને ડર મળતી માહિતી મુજબ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા યોજાનારી આજની પરીક્ષા પેપરની નકલ સાથે એક યુવકની વડોદરાથી ધરપકડ કરવામાં આવી છે. સબ સલામતના મોટા મોટા દાવા વચ્ચે લાખો વિધાર્થીઓની મેહનત પાણીમાં ગઈ.
 
  
  
  
  
   
  