ભારત માતા કી જયના નારાથી દેશભક્તિનો માહોલ હિંમતનગર માં ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ તિરંગા ઝંડા જ ઝંડા દેખાયા : મોટી સંખ્યામાં બાઈકસવારો જોડાઈ દેશ ભક્તિના રંગે રંગાયા 

હિંમતનગર :

આઝાદી કા મહોત્સવની અમૃત્ત ઉજવણીના ભાગરૂપે અને પવિત્ર રક્ષાબંધનના દિવસે ગુરૂવારે હિંમતનગર ખાતે હિંમતનગર શહેર ભાજપ તથા યુવા મોરચા દ્વારા આયોજીત ભવ્ય તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં બાઈક સવારો જોડાઈ દેશભક્તિના રંગે રંગાયા હતા . ૧૫ ઓગસ્ટની આન , બાન અને શાન સાથે ઉજવણી થનાર છે ત્યારે ગુરૂવારે હિંમતનગર શહેર માં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરાતા હિંમતનગરના મહેતાપુરાના એન. જી. સર્કલથી શરૂ થયેલી તિરંગા યાત્રા હિંમતનગર શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી બાઈક રેલી શહેરના ટાવર ચોક સુધી નીકળી હતી . ટાવર ચોકમાં સમાપનમાં ભવ્ય લાઈટ શો, સાઉન્ડ શો તથા ભવ્ય આતશબાજી કરવામાં આવી હતી.

તિરંગા યાત્રામાં ડી.જે.ના તાલે ભારત માતા કી જયના નારા લગાવતા દેશભક્તિનો માહોલ છવાઈ ગયો હતો . જે નિકળેલી તિરંગા યાત્રામાં જિલ્લા ભાજપ પ્રમુખ જે.ડી.પટેલ, પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ કું. કૌશલ્યાકુંવરબા પરમાર, ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડા, જિલ્લા મહામંત્રી વિજયભાઈ પંડ્યા, નાગરિક બેંકના ચેરમેન હિરેનભાઈ ગોર, શહેર ભાજપ પ્રમુખ વાસુદેવભાઈ રાવલ, પાલિકા પ્રમુખ યતીનબેન મોદી, યુવા મોરચાના પ્રમુખ રાહુલ પટેલ, બીપીનભાઇ ઓઝા, જિલ્લા ઉપપ્રમુખ જયંતીભાઈ પટેલ, શહેર મહામંત્રી જયેશ પટેલ, બન્ટીબાઈ મહેતા, ઉપપ્રમુખ શૈલેષભાઈ ધુવાડ, ગોપાલસિંહ રાઠોડ, સાવન દેસાઈ, અમૃત પુરોહિત, ભરત જાદવ તેમજ સહિત વિવિધ સંસ્થાના હોદ્દેદારો , જેમાં વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગદળ, ધાર્મિક સંગઠનો, મહિલા કાર્યકરો, તેમજ પાલિકાના સદસ્યો, શહેર ભાજપના કાર્યકરો અને હોદ્દેદારો, યુવા મોરચાના હોદ્દેદારો , કાર્યકરો મોટી સંખ્યામાં જોડાઈ તિરંગા યાત્રાને સફળ બનાવી હતી .