હાલોલ અને વાઘોડિયા તાલુકાની સરહદે આવેલ બોડીદ્રા ગામની સીમમાં આજે એક મગર આવી ચડ્યો હતો જેમાં ખૂંખાર અને મહાકાય મગરને ગામની સીમમાં બિન્દાસ વિહરતો જોઈ ગ્રામજનોમાં ફફડાટ વ્યાપી ગયો હતો જેને લઈને તાત્કાલિક બનાવ અંગેની જાણ વાઘોડિયા વન વિભાગના અધિકારી ચંદ્રિકાબેન ચૌધરીને કરાતા આર.એફ.ઓ ચંદ્રિકાબેન ચૌધરી દ્વારા બનાવ અંગે હાલોલ નગર ખાતે રહેતા અને સમગ્ર પંથકમાં જાનવરોના બચાવ અને ઉત્થાનની કામગીરી કરતા જીવદયા પ્રેમી સુનિલભાઈ દરજી સહિતની ટીમના સદસ્યો પીન્ટુ પરમાર,પ્રકાશ રાઠોડ,કેતન પરમાર રોહિત રાઠોડ,જયદીપ રાઠોડને જાણ કરવામાં આવી હતી અને વન વિભાગના કર્મચારી પી.આર.ચૌહાણને પણ જાણ કરવામાં આવી હતી જેમાં સુનિલભાઈ દરજી સહિત તેઓની ટીમ તેમજ પી.આર.ચૌહાણ સહિતની ટીમે અંત્યંત જોખમી એવું સંયુક્ત રેસ્ક્યું ઓપરેશન હાથ ધરી બોડીદ્રા ગામની સીમમાં બિન્દાસ વિહરતા અંદાજે 9 ફૂટની લંબાઈ ધરાવતા અને 300 કિલો જેટલું વજન ધરાવતા અત્યંત ખૂંખાર એવા મહાકાય મગરને ભારે સાવચેતી અને સલામતીપૂર્વક કલાકોની ભારે જહેમત બાદ ઝડપી લીધો હતો જેમાં ખૂંખાર અને મહાકાય મગરનું રેસ્ક્યુ કરાયા બાદ સુનિલભાઈ દરજી સહિતની ટીમના સદસ્યો અને વન વિભાગ દ્વારા તેને ડેમના પાણીમાં સહી સલામત છોડી મૂકવામાં આવ્યો હતો જ્યારે બોડિદ્રા સીમમાંથી મહાકાય ખૂંખાર મગરને ઝડપી લેવામાં આવતા મગરથી ભયભીત થયેલા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લઈ હાશકારો અનુભવ્યો હતો.