એ.સી.બી. સફળ ટ્રેપ કેસ :-
ફરીયાદી :- એક જાગૃત નાગરીક ,
આક્ષેપિત :-
(૧) શૈલેષભાઇ મનસુખભાઇ ગંગદેવ, સુપ્રિટેન્ડટ ઓફ કસ્ટમ વર્ગ-૦૨ , મુન્દ્રા, કચ્છ.
(૨) આલોકકુમાર શ્રીલક્ષમીકાંન્ત દુબે , સુપ્રિટેન્ડટ ઓફ કસ્ટમ (પ્રિવેન્ટીવ વિભાગ) મુન્દ્રા વર્ગ-૦૨,કચ્છ
(૩) રમેશભાઇ ગોપાલભાઇ ગઢવી,
પ્રજાજન મુન્દ્રા કચ્છ.
લાંચની રકમ:- રૂા.૧,૦૦,૦૦૦/-
લાંચની સ્વીકારેલ રકમ :- રૂા.૧,૦૦,૦૦૦/-
લાંચની રકમની રીકવરી :- રૂા.૧,૦૦,૦૦૦/-
ટ્રેપની તારીખ :- ૨૬/૦૨/૨૦૨૪
ટ્રેપનું સ્થળ :- મુન્દ્રા પોર્ટ
ગુનાની ટુંક વિગત :- આ કામના ફરીયાદીએ વિદેશથી હેન્ડ બેગોનો આયાત ઓર્ડર આપેલો જે હેન્ડ બેગોનું કન્ટેનર મુંન્દ્રા પોર્ટમાં આવેલ આ કામના આક્ષેપીત (૧) (૨) (૩) નાઓએ ફરીયાદીના કન્ટેનર બાબતે વધુ કવેરી નહી કાઢી તેમનું કન્ટેનર પોર્ટ ખાતેથી પાસ ની કાર્યવાહી કરાવવાના ફરીયાદી સાથે રૂબરૂમાં વાતચીત કરી રૂા.૧,૦૦,૦૦૦/- ની ગેરકાયદેસર લાંચની માંગણી કરેલ અને જે લાંચ ની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય જેથી ફરીયાદીએ કચ્છ(પશ્વિમ) એ.સી.બી. પો.સ્ટે. ભુજમાં સંપર્ક કરી ફરીયાદ કરતા આજરોજ ગોઠવેલ લાંચના છટકા દરમ્યાન ફરીયાદી સાથે આક્ષેપિત નં.૧ અને ૩ નાઓએ રૂબરૂમાં હેતુલક્ષી વાતચીત કરી તથા આક્ષેપિત નં.૧ નાઓએ આક્ષેપિત નં.૨ સાથે ફોનથી લાંચ બાબતે વાતચીત કરી લાંચના નાણા લેવા બાબતે સંમતિ આપી આક્ષેપિત નં.૧ નાઓએ લાંચની રકમ સ્વીકારી એકબીજાની મદદગારી કરી ત્રણેય આક્ષેપિતો પકડાઇ જઇ ગુનો કર્યા બાબત.
ટ્રેપીંગ અધિકારી:- શ્રી એલ.એસ.ચૌધરી,
ઇન્ચાર્જ પોલીસ ઈન્સપેકટર, કચ્છ (પશ્વિમ) એ.સી.બી. પો.સ્ટે. ભુજ.
સુપર વિઝન અધિકારી:-
શ્રી કે.એચ.ગોહિલ
મદદનિશ નિયામકશ્રી, એ.સી.બી.
બોર્ડર એકમ, ભુજ-કચ્છ