એલિસબ્રિજના ધારાસભ્ય અને અમદાવાદ શહેર ભાજપના અધ્યક્ષ અમિતભાઈ શાહ પોહચ્યાં માં અંબાના શરણે

શક્તિ ભક્તિ અને આસ્થાનું ત્રિવેણી સંગમ સમૂહ જગવિખ્યાત યાત્રાધામ અંબાજી અંબાજીએ કરોડો ભક્તોની આસ્થાનું કેન્દ્ર ગણાતું હોય છે જ્યારે અંબાજી મંદિર ખાતે અનેક નેતા અનેક અભિનેતાની સાથે રાજ્યકક્ષાના આગેવાનો માં અંબાના દર્શનાર્થે અંબાજી આવતા હોય છે ચોક્કસથી કહી શકાય 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ દરમિયાન આખે આખી ગુજરાત સરકાર પણ અંબાજી દર્શનાર્થે આ આવી હતી. ત્યારબાદ કહી શકાય કે આજે ભાજપના નેતા અને એલિસબ્રિજના ધારાસભ્ય અને અમદાવાદ શહેર ભાજપના અધ્યક્ષ અમિતભાઈ શાહની સાથે અમદાવાદ શહેર ભાજપની ટીમના વિવિધ હોદ્દેદારો માં અંબાના દર્શનાર્થે અંબાજી પહોંચ્યા હતા. ચોક્કસથી કહી શકાય એલિસબ્રિજના ધારાસભ્યની સાથે અમદાવાદ ભાજપના વિવિધ હોદ્દેદારો અંબાજી દર્શનાર્થે આવી પહોંચતા અંબાજી ભાજપ મંડળના આગેવાન દિનેશભાઈ પૂજારી દ્વારા તેમનું સ્વાગત અંબાજી મંદિરમાં કરવામાં આવ્યું હતું. ચોક્કસથી એલિસબ્રિજના ધારાસભ્ય અમિતભાઈ શાહ સાથે અમદાવાદ શહેર ભાજપના વિવિધ હોદ્દેદારોએ અંબાજી મંદિરમાં દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

રિપોર્ટર: રિતિક સરગરા,અંબાજી