ધારી તાલુકાના ગઢીયા ગામના યુવાનનું અપહરણ કરી. તેની હત્યા કરી. લાશને સળગાવી અને પુરાવાનો નાશ કરવા માટે રાખને નદીમાં વહાવી દઇ, રાખ ભરેલી કોથળીને પણ સળગાવી પુરાવાનો નાશ કરવાના ગુનામાં ગઢીયા ગામના યુવાન સહિત ૧૩ આરોપીઓનો નિર્દોષ છુટકારો થયો.

બનાવની વિગત એવા પ્રકારની છે કે તા.૪-૮-૨૦૧૬ના રોજ, ધારી તાલુકાના ગઢીયા ગામના વતની, નિતેશભાઇ ભુપતભાઈ પાટડીયાના મર્ડર કેસમાં.

 આ બનાવની વિગત એવા પ્રકારની છે કે મહુવા તાલુકાના ભાણવડ ગામના ભાવેશભાઇ વાલાભાઇ ભુકણ સહિત કુલ ૧૩ આરોપીઓએ સાથે મળી એકસંપ કરી ગુજરનાર . નિતેશભાઇ ભુપતભાઇ પાટડીયાને માર મારી બાવળીયામાં ગોંધી રાખી દોરડાથી ઝાડ સાથે બાંધી ઢોરમાર મારી તેનું મૃત્યુ નિપજાવીને લાકડા લાવી મરણજનારની લાશને સળગાવી પુરાવાનો નાશ કરવાના.

ગુન્હાની આઇ.પી સી ની કલમ ૩૦૨ , ૨૦૧ , ૩૨૪ , ૩૬૫ , ૧૨૦ બી તથા ૩૪ મુજબનો ગુન્હાનો કેસ ધારીના એડી . સેશન્સ જજ સમક્ષ ચાલી જતા આ તમામ ૧૩ આરોપીઓને ઉપરોક્ત ગુન્હાના કામે બચાવ પક્ષે અમરેલીના વિદ્વાન ધારાશાસ્ત્રી ગીરીશભાઈ દવે અને ઇમરાનભાઈ ગગનીયા ની દલીલો ગ્રાહ્ય રાખી નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કરેલ