અંબાજી મંદિરમાં દાનની આવકમાં થયો વધારો, મુંબઈના માઇભક્તે રૂપિયા 9 લાખ ઉપરાંતની ચાંદી માતાજીને અર્પણ કરી.

અંબાજી મંદિરમાં ચાંદીના ચોરસા નંગ-17 વજન 12 કીલો 842 ગ્રામ ચાંદી માતાજીને અર્પણ કરાઈ

શક્તિ ભક્તિ અને આસ્થાનું ત્રિવેણી સંગમ સમૂહ જગવિખ્યાત યાત્રાધામ અંબાજી અંબાજી ખાતે અનેક ભક્તો માં અંબાના દર્શનાર્થે અંબાજી આવતા હોય છે અનેક ભક્તોની સાથે અનેક નેતા અભિનેતાની સાથે રાજ્યકક્ષાના આગેવાનો પણ માં અંબાના દર્શનાર્થે અંબાજી આવી પહોંચતા હોય છે અને અંબાજી મંદિરમાં દર્શન કરી આ તમામ લોકો માં અંબા સમક્ષ નતમસ્ત ઝુકાવી ધન્યતા અનુભવતા હોય છે સાથે જ કહી શકાય કે અંબાજી આવનાર માઈભક્તો ઈચ્છા અનુસાર દાન ભેટની આવક પણ માં અંબાના ચરણોમાં અર્પણ કરતા હોય છે તે જ રીતે તારીખ 25/2/2024 ના રોજ મુંબઈના એક માઈભક્તે અંબાજી મંદિરમાં ચાંદીના ચોરસા નંગ-17 વજન 12 કિલો 842 ગ્રામ જેની કિંમત ₹9,24,600 રૂપિયાની ચાંદી માં અંબાના ચરણોમાં આ મુંબઈના માઇભક્તે અર્પણ કરી હતી. જેને ટેમ્પલ ઇન્સ્પેક્ટર પી.બી. બાવાએ સ્વીકારી હતી. ચોક્કસથી શક્તિપીઠ અંબાજી મંદિરમાં દાનની આવકમાં વધારો થયો છે અવારનવાર સોના ચાંદીનું દાન અંબાજી મંદિરમાં આવતું હોય છે જ્યારે મુંબઈના માઇભક્તે 12 કિલો 842 ગ્રામ વજન અને 9,24,600 રૂપિયા માતબર રકમની ચાંદી અંબાજી મંદિરમાં અર્પણ કર્યું છે. મુંબઈના માઇભક્તે મા અંબાના ચરણોમાં ચાંદી અર્પણ કરી ધન્યતા વ્યક્ત કરી હતી.

રિપોર્ટર: રિતિક સરગરા,અંબાજી