ચાણક્ય કિડ્સ સ્કૂલનો વાર્ષિક મહોત્સવ ભવ્યાતિભવ્ય રીતે યોજાયેલ હતો.નાનાભૂલકાઓ સાથે ટીચર અને વાલીઓ પણ વાર્ષિક મહોત્સવ ભાગ લીધો હતો, સમગ્ર કાર્યક્રમ પ્રસંગ પાર્ટી પ્લોટ ટોપી ખાતે આયોજન કરવામાં આવ્યું હતું (  રાજ કાપડિયા 9879106469 સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો )

દાહોદ શહેરનાં ગોદી રોડ પર આવેલ અગ્રસેન ભવન ની સામે અધ્યતન સુવિધા ઉપલબ્ધ ચાણક્ય કિડ્સ સ્કૂલનો વાર્ષિક મહોત્સવ ભવ્યાતિભવ્ય રીતે યોજાયેલ હતો.નાનાભૂલકાઓ સાથે ટીચર અને વાલીઓ પણ વાર્ષિક મહોત્સવ ભાગ લીધો હતો નાના ભૂલકાઓ સાથે ટીચર અને વાલીઓ એ સુંદર આભૂષણ અને ફેશન શો ગેમ માં પણ મજા માણી હતી સાથે સ્ટેજ પ્રોગ્રામ રજુ કરીને હાજર રહેવા વાલીગણ અને ઉપસ્થિત આગેવાનો મહેમાનો શિક્ષકોને પણ આશ્ર્ચર્યચકિત કરી દીધા હતા, ચાણક્ય કિડ્સ સ્કૂલનાં સંચાલક સ્થાપક મયુરભાઈ અગ્રવાલ અને પ્રિન્સીપાલ દિપાબેન અગ્રવાલ નાં માર્ગદર્શન હેઠળ ખુબ જ સરસ કામગીરી થઇ રહી છે ચાણક્ય કિડ્સ સ્કૂલ નાં તમામ શિક્ષકો એ વાર્ષિકોત્સવ તેજસ્વી વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. વાર્ષિકઉત્સવ સમગ્ર કાર્યક્રમ પ્રસંગ પાર્ટી પ્લોટ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં મુખ્ય મહેમાન તરીકે મુવીન વર્ગીસ, રાજેશભાઈ બંસલ, તેમજ ઈકબાલભાઈ ખરોદાવાલા અને લખન રાજગોર ઉપસ્થિત રહ્યા હતા, સમગ્ર કાર્યક્રમ રાજ કાપડિયા ડાન્સ ગ્રુપ એન્ડ ઇવેન્ટ મેનેજમેન્ટના માર્ગદર્શન હેઠળ તૈયાર કરવામાં આવ્યું હતું, સમગ્ર કાર્યક્રમ દરમિયાન વાલીઓ સહિત બાળકોએ ખૂબ મજા માણી હતી, પ્રિન્સિપલ દિપા અગ્રવાલ અને ટ્રસ્ટી મયુર અગ્રવાલ દ્વારા દર વર્ષે અમે આનાથી પણ સારો કાર્યક્રમ વાલીઓ અને બાળકો માટે આપીશું તેવી બાહેધરી આપી હતી