આજ રોજ રવિવારે આણંદ માં મોટા મદરેસા પ્રાથમિક શાળા માં ભાલેજ જનરલ હોસ્પિટલ ના સહયોગ થી અને મોટા મદરેસા ના ટ્રસ્ટી મંડળ અને તમામ મુસ્લિમ સમાજ ના આગેવાનો ના સહયોગ થી ફ્રી મેગા મેડિકલ ચેકઅપ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું કેમ્પ ની શરૂવાત મદરેસા ના ટ્રસ્ટી મંડળ ના અને કેમ્પ કરવાની જગ્યા ની અને વ્યવસ્થા પુરી પાડનાર એવા અફઝલ ભાઈ મેન્સન અને મૌલવી સાજીદ ભાઈ કાજલ રોડવેજ વાળા નું ભાલેજ જનરલ હોસ્પિટલ ના મેનેજમેન્ટ ટીમ ના વોહરા જુનેદ મોદી એ પુષ્પગુછ થી સ્વાગત કરવામાં આવ્યું તથા ભાલેજ જનરલ હોસ્પિટલ ના તમામ ડોક્ટર નું અફઝલ ભાઈ મેન્સન અને મૌલવી સાજીદ ભાઈ કાજલ રોડવેજ વાળા એ પુષ્પગુછ આપી ને સ્વાગત કર્યું હતું આ કેમ્પ માં 1146 થી વધારે દર્દી ઓ એ ભાગ લીધો હતો આ કેમ્પ માં ફ્રી માં ચેકઅપ કરી આપવામાં આવ્યું હતું.. ફ્રી માં હૃદય નો કાડીયોગ્રામ કાઢી આપવામાં આવ્યો હતો..ફ્રી માં સુગર ચેકઅપ કરી આપવામાં આવ્યું.. ફ્રી માં દવાઓ નું વિતરણ પણ કરવામાં આવ્યું..લખી નથી શકાતું તેટલા જરૂરત મંદ દર્દી ને સારવાર ની જરૂર છે ઓપરેશન ની જરૂર છે તેવા તમામ દર્દી ને ભાલેજ જનરલ હોસ્પિટલ માં આયુષ્યમાન થકી મફત માં સારવાર અને ઓપરેશન કરી આપવામાં આવનાર છે દર્દી નો ઘસારો એટલો વધી ગયો હતો તેઓ ની જાગૃતા જોઈ ને છેલ્લે 3 વાગ્યા ની જગ્યા એ 5 વાગ્યા સુધી નો સમય કરવો પડ્યો હતો કેમ્પ માં તમામ મુસ્લિમ સમાજ ના આગેવાનો હાજર રહી ને કેમ્પ ને સફળ બનાવ્યો હતો

રિપોર્ટર.અનવર સૈયદ