પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના ચંદ્રનગર ખાતે રહેતા ગુલાબસિંહ પરમારનો 21 વર્ષીય યુવાન પુત્ર અને સાત બહેનોનો એકનો એક ભાઈ વનરાજસિંહ ગુલાબસિંહ પરમાર હાલોલની પોલિકેબ કંપનીમાં નોકરી કરતો હતો જેમાં નિત્યક્રમ  મુજબ ગઈકાલે શુક્રવારે વનરાજસિંહ પોલીકેબ કંપનીમાં નાઈટ શિફ્ટ પર નોકરી માટે ગયો હતો જેમાં કંપનીમાં આખી રાત નોકરી કર્યા બાદ સવારે નોકરી પૂરી કરી વનરાજસિંહ પરત પોતાના ગામ ચંદ્રનગર માટે જવા માટે બાઈક લઈને નીકળ્યો હતો જેમાં વનરાજસિંહ સવારે 8:30 થી 09:00 વાગ્યાના અરસામાં હાલોલ તાલુકાના ધાબાડુંગરી પાસે આવેલા પાવાગઢ બાયપાસ રોડ પર રહીને પોતાની બાઈક પર સવાર થઈને ચંદ્રનગર તરફ જઈ રહ્યો હતો ત્યારે મુખ્ય રોડ પરથી પૂરઝડપે ગફલતભરી રીતે દોડતી એક મારુતિ સ્વીફ્ટ કારના ચાલકે પોતાની કારને બેફામ હંકારી લઈ આવી અચાનક જ વનરાજસિંહની બાઇકને અડફેટે લઈ જોરદાર ટક્કર મારતા આ ગમખવાર અકસ્માત સર્જાયો હતો જેમાં સ્વિફ્ટ કારની ટક્કરથી બાઇક સહિત રોડ પર પછડાયેલા વનરાજને માથાના ભાગે  ગંભીર ઈજાઓ પહોંચી હતી જેને લઈને વનરાજસિંહનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું જેમાં અકસ્માત જોઈ લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને બનાવ અંગે તાત્કાલિક હાલોલ રૂરલ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે ઘટના સ્થળે દોડી આવી વનરાજના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હાલોલની રેફરલ હોસ્પિટલ ખાતે મોકલી આપ્યો હતો જ્યારે બનાવ અંગે પરિવારજનોને જાણ થતા તેઓ પણ હાલોલની રેફરલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને પોતાના એકના એક પુત્ર અને સાત બહેનોના એકના એક ભાઈ એવા યુવાન વનરાજના મૃતદેહને જોઈને તેઓએ કલ્પાંત કરી મુકતા રેફરલ હોસ્પિટલ ખાતે ભારે ગમગીનીનું વાતાવરણ પ્રસરી જવા પામ્યું હતું. જ્યારે બનાવ અંગે હાલોલ રૂરલ પોલીસે સ્વીફ્ટ કારના ચાલક સામે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.