પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના ચંદ્રનગર ખાતે રહેતા ગુલાબસિંહ પરમારનો 21 વર્ષીય યુવાન પુત્ર અને સાત બહેનોનો એકનો એક ભાઈ વનરાજસિંહ ગુલાબસિંહ પરમાર હાલોલની પોલિકેબ કંપનીમાં નોકરી કરતો હતો જેમાં નિત્યક્રમ મુજબ ગઈકાલે શુક્રવારે વનરાજસિંહ પોલીકેબ કંપનીમાં નાઈટ શિફ્ટ પર નોકરી માટે ગયો હતો જેમાં કંપનીમાં આખી રાત નોકરી કર્યા બાદ સવારે નોકરી પૂરી કરી વનરાજસિંહ પરત પોતાના ગામ ચંદ્રનગર માટે જવા માટે બાઈક લઈને નીકળ્યો હતો જેમાં વનરાજસિંહ સવારે 8:30 થી 09:00 વાગ્યાના અરસામાં હાલોલ તાલુકાના ધાબાડુંગરી પાસે આવેલા પાવાગઢ બાયપાસ રોડ પર રહીને પોતાની બાઈક પર સવાર થઈને ચંદ્રનગર તરફ જઈ રહ્યો હતો ત્યારે મુખ્ય રોડ પરથી પૂરઝડપે ગફલતભરી રીતે દોડતી એક મારુતિ સ્વીફ્ટ કારના ચાલકે પોતાની કારને બેફામ હંકારી લઈ આવી અચાનક જ વનરાજસિંહની બાઇકને અડફેટે લઈ જોરદાર ટક્કર મારતા આ ગમખવાર અકસ્માત સર્જાયો હતો જેમાં સ્વિફ્ટ કારની ટક્કરથી બાઇક સહિત રોડ પર પછડાયેલા વનરાજને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી જેને લઈને વનરાજસિંહનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું જેમાં અકસ્માત જોઈ લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને બનાવ અંગે તાત્કાલિક હાલોલ રૂરલ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે ઘટના સ્થળે દોડી આવી વનરાજના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હાલોલની રેફરલ હોસ્પિટલ ખાતે મોકલી આપ્યો હતો જ્યારે બનાવ અંગે પરિવારજનોને જાણ થતા તેઓ પણ હાલોલની રેફરલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને પોતાના એકના એક પુત્ર અને સાત બહેનોના એકના એક ભાઈ એવા યુવાન વનરાજના મૃતદેહને જોઈને તેઓએ કલ્પાંત કરી મુકતા રેફરલ હોસ્પિટલ ખાતે ભારે ગમગીનીનું વાતાવરણ પ્રસરી જવા પામ્યું હતું. જ્યારે બનાવ અંગે હાલોલ રૂરલ પોલીસે સ્વીફ્ટ કારના ચાલક સામે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ...! Pran Pratistha Mohotsav...!
પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ...! Pran Pratistha Mohotsav...!
कांग्रेस नेता रकीबुल हुसैन ने विधायक पद से दिया इस्तीफा, लोकसभा चुनाव में रिकॉर्ड अंतर से दर्ज की थी जीत
गुवाहाटी। सबसे अधिक अंतर से लोकसभा के लिए चुने गए कांग्रेस नेता रकीबुल हुसैन ने मंगलवार को...
महात्मा गांधी जयंती पर अहमदाबाद मंडल पर चलाया गया “स्वछता अभियान”
अहमदाबाद मण्डल पर स्वच्छता पखवाड़े का समापन
02 अक्टूबर 2022 को हमारे देश के राष्ट्रपिता महात्मा गांधी जी की जन्म जयंती...
US on the brink of financial crisis? Treasury warns of total cash crunch as early as June 1
The United States is facing a financial crisis, as Treasury Secretary Janet Yellen has warned...