વાજબી ભાવની દુકાનના સંચાલકો દ્વારા કાર્ડ ધારકો ને મળવાપાત્ર જથ્થો પુરેપુરો મળે અને સંપુર્ણ પારદર્શિતા થી વિતરણ વ્યવસ્થા સ્થાપીત થાય તે માટે જીલ્લા પુરવઠા અધિકારી ખુબ જ પ્રયત્નશીલ રહે છે અને કોઈની પણ શેહ શરમ રાખ્યા વિના પોતાની ફરજ બજાવે છે તેવા લોકપ્રીય અધિકારી એચ ટી મકવાણા જિલ્લા પુરવઠા અધિકારી પંચમહાલ ગોધરા અને ટીમ દ્વારા શુક્રવારે કાલોલ તાલુકાની ૧. ભાદરોલી ૨ કાનોડ,૩ મોકળ, ૪ બોડિદ્રા, ૫. આથમણા ,૬ સણસોલી, ૭.સાગાનામુવાડા, ૮ પીગળી, ૯ ડેરોલ સ્ટેશન-૧,૧૦ ડેરોલ સ્ટેશન-૨, ૧૧ રતનપુરા ,૧૨ પલાસા, ૧૩ સમા, ૧૪ જંત્રાલ ,૧૫ સાતમણા, ૧૬ બાકરોલ ગામની આમ કુલ મળી જિલ્લાની ૧૬ ( સોળ) સરકાર માન્ય વાજબી ભાવની દુકાનની આકસ્મિક તપાસ કરવામાં આવેલ.તે પૈકી (૧) કનોડ ગામની સરકારની દુકાનમાં ઘઉં ૫૧૬ કિલો ૧૦ કટ્ટા ની વધ ,તુવેરદાળ ૨૨૫ કિલો ૫ કટ્ટાની વધ ,(૨ ) અંબાલા ગામની વાજબી ભાવની દુકાન માં ઘઉં ૩૪ kg ૧ કટ્ટા ની ધટ, ચોખા ૭૮ kg ૨ કટ્ટા ધટ,(૩ ) પાલાસા ગામની વાજબી ભાવની દુકાન માં ઘઉં ૪૦ kg ૧ કટ્ટા ધટ, ચોખા ૧૭૦ kg ૪ કટ્ટા ધટ, તથા (૪ ) રતનપુરા ગામની વાજબી ભાવની દુકાન માં ઘઉં ૨૧૬ kg ૫ કટ્ટા વધ આમ કુલ મળી ૧૫ કટ્ટાની વધ તેમજ ૧૩ કટ્ટા ની ધટ જણાતા જેની બજાર કિંમત રૂપિયા ૫૯૮૭૮/ અંકે રૂપિયા ઓગણસાઠ હજાર આઠસો ઈઠયોતેર પુરાની થાય છે. ઉકત ચારેય વાજબી ભાવના દુકાનદારો સામે ધટ પડેલ જથ્થા અંતર્ગત તથા કાનોડ ગામની વાજબી ભાવની દુકાન માં ઘઉં માં ૧૦ તથા તુવેરદાળ ૫ કટ્ટાની વધ રૂ. ૪૨૬૬૬/ અંકે રૂપિયા બેતાલીસ હજાર છસો છાસઠ રૂપિયાનો જથ્થો સીઝ કરી કાલોલ તાલુકાના ચારેય પરવાનેદારો સામે નિયમાનુસારની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.