ડીસા (મેરૂજી પ્રજાપતિ) 

ઓન લાઇન થકી વોટ્સએપ ગ્રૂપ માં જોડી ફ્રોડ કરતી ટોળકીએ ડીસાના બે ખ્યાતનામ ડોકટરોને ભોગ બનાવી લાખોની છેતર પીંડી કરી હોવાનું ચર્ચાસ્પદ બનેલ છે. જેએ એક ડોક્ટર ૪૨ લાખ અને બીજા ડોક્ટરે ૮ લાખ ગુમાવ્યા હોવાની ફરિયાદ નોંધાવા પામેલ છે.

ચર્ચાસ્પદ બનાવ અંગે જાણવા મળ્યા પ્રમાણે અજાણ્યા શખ્સોએ કરોડોનું પ્રોફિટ બતાવી વોટસએપ ગ્રુપમાં જોડી નાણાંનું રોકાણ કરાવ્યું.હતું.જેમાંએક તબીબે રોકાણ કર્યા બાદ બીજા તબીબે પણ નાણા રોક્યાહતા.

રૂપિયાનું રોકાણ કર્યા બાદ profit સાથે નાણાં ન ઉપાડતા છેતરપિંડી થઈ હોવાનું માલુમ પડ્યું હતું.

પાલનપુર સાયબર ક્રાઇમ પોલીસ મથકે બન્ને તબીબોએ ફરિયાદ કરતા પોલીસે તપાસ હાથ ધરીહતી. ઉલ્લેખનીયછે.કે.ઓન લાઇન છેતરપીંડી અટકાવવા પોલીસ પ્રતિબદ્ધ છે.ત્યારે બૌદ્ધિક લોકો ને ભોગ બનાવતા ઠગો સામાન્ય જનતા ને પણ છેતરી શકે છે.ત્યારે લોકો જાગૃત બને તે જરૂરી છે.