ગુન્હાની ટૂંક હકીકત
શામજીભાઇ ભોળાભાઇ સોલંકી ઉ.વ .૩ર ધંધો . હિરાનું કારખાનું, સાવરકુંડલા, તા.સાવરકુંડલા, જી.અમરેલી, વાળાએ
સુરત ખાતેથી આસ્થા ડાયમંડ કોર્નેટ નામની પેઢીમાંથી તળીયા સેમી હિરાની ડાઇનુ પાર્સલ મંગાવેલ હોય,
જે પાર્સલમાં તળીયા સેમીની ડાઇ નંગ- ૧૭૦૦૦ , કિં.રૂ .૧૭,૦૦૦/- નુ હોય
જે પાર્સલ સુરતથી ટ્રાવેલર્સ બસમાં સાવરકુંડલા ખાતે આવેલ,
અને નેસડી રોડ ઉપર હસુભાઇ પંચરવાળાનો દુકાને ઓટલા ઉપર રાખેલ હોય,
જે કોઇ અજાણ્યા ચોર ઇસમ ચોરી કરી નાસી જઇ ગુન્હો કરેલ હોય, જેથી અજાણ્યા ઇસમ વિરૂધ્ધ તા .૧૧/૨૦૨૩ ના રોજ સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનમાં પાર્ટ એ ગુ.ર.નં. - ૨૫/૨૦૨૩ આઇ.પી.સી. કલમ – ૩૭૯ મુજબ ગુન્હો રજી , થયેલ.
પકડાયેલ આરોપીની વિગત
હરેશભાઇ રણુંભાઇ મકવાણા ઉ.વ. ૪ર, ધંધો ડ્રાઇવિંગ બાઢડા , ફેલની ઓરડીપાછળ વાર્ડી વિસ્તાર , તા.સાવરકુંડલા, જી.અમરેલી,
પકડાયેલ મુદામાલ
( ૧ ) તળીયા સેમીની ડાઇ નંગ- ૧૭,૦૦૦ , કિં.રૂ. ૧૭,૦૦૦ / ,
( ૨ ) કપીલ કંપનીનો છકડો રિક્ષા જેના રજી . GRP 4405 તેમજ એન્જીનન 111786056 જેની કીં.રૂ. ૭૦૦૦૦/-મળી કબ્જે કરેલ કુલ મુદ્દામાલની કિં.રૂ. ૮૭,૦૯૮ , નો મુદામાલ
કામગીરી કરનાર અધિકારી
આ કામગીરી સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એમ.સોની તથા એ.એસ.આઇ. એચ.પી.ગોહિલ , પો.કોન્સ . પીયુષકુમાર નટવરલાલ , પો.કોન્સ . ચિંતનકુમાર કનૈયાલાલ , પો.કોન્સ . જીતુભાઇ ગોબરભાઇ , પો.કોન્સ . ગૌરવભાઇ જીલુભાઇ દ્રારા કરવામાં આવેલ છે .
રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ અમરેલી.